Orient Cables (India) Limited IPO:ઓરિએન્ટ કેબલ્સ (ઇન્ડિયા) લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું(IPO) 25 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે અને 29 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે. કંપનીએ રૂપિયા એકની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેર માટે રૂપિયા 258થી રૂપિયા 272 પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવી છે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે એક દિવસ માટે એટલે કે 24 સપ્ટેમ્બર 2026નો દિવસ નક્કી કરેલ છે. રોકાણકારો ઓછામાં ઓછા 55 ઈક્વિટી શેર અને ત્યારબાદ 55 ઈક્વિટી શેરના ગુણાંકમાં રોકાણ કરી શકે છે.
ઓફરમાં કંપનીના રૂપિયા 3,200 મિલિયનના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂપિયા 1 છે) અને હાલના શેરધારકો (પ્રમોટર વિક્રેતા શેરધારકો) દ્વારા રૂપિયા 2,320.00 મિલિયન સુધીના શેરના વેચાણની ઓફર સામેલ છે. ઓફરની કુલ સાઇઝ રૂપિયા 5,520.00 મિલિયન સુધીની છે.
ઓફર થયેલા શેરમાં રૂપિયા 1ની ફેસ વેલ્યુ ધરાવતા રૂપિયા 2,320.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર સામેલ છે, જેમાં વિપુલ નાગપાલ દ્વારા રૂપિયા 672 મિલિયનના શેર, ગરિમા નાગપાલ દ્વારા રૂપિયા 157 મિલિયન સુધીના શેર, વિપુલ ફેમિલી ટ્રસ્ટ દ્વારા ₹ 520.00 મિલિયન સુધીના શેર અને ગરિમા ફેમિલી ટ્રસ્ટ દ્વારા ₹ 971.00 મિલિયન સુધીના શેર સામેલ છે.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (બુક રનિંગ લીડ મેનેજર્સ અથવા BRLMs) IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ IIFL સીક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી હતી) અને JM ફાઇનાન્શિયલ લિમિટેડ છે. કંપની તેના ઈક્વિટી શેરોનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) ખાતે લિસ્ટીંગ કરવાની યોજના ધરાવે છે.
કંપનીએ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત રકમ અંદાજે રૂપિયા 3,200 મિલિયનનો ઉપયોગ કંપની ઉત્પાદન સુવિધામાં મશીનરી, ઉપકરણ અને નિર્માણ કાર્યો પર મૂડીગત ખર્ચની જરૂરિયાત માટે ફંડિંગ, કંપનીની બાકી નીકળતી તમામ લોના સંપૂર્ણ કે આંશિક હિસ્સાની પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી માટે અને સાધારણ કોર્પોરેટ કામગીરી માટે કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
