NSE share price:જે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના પ્લેટફોર્મ પર દરરોજ કરોડો શેરની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે તેના શેરોનું કેટલાક દિવસ અગાઉ શેરબજારમાં લિસ્ટીંગ થયું હતું. લિસ્ટીંગ થયાના કેટલાક દિવસ તો સુખદ રહ્યાં પણ ત્યારબાદ રોકાણકારો માટે મુશ્કેલી ઉભી થતી જણાઈ છે. હવે રોકાણકારોના મનમાં પ્રશ્ન એ છે કે શું NSEનો બિઝનેસ નબળો પડી રહ્યો છે કે શેરની કિંમતને લઈ બજારમાં શું સ્થિતિ છે.
કંપનીનું લિસ્ટીંગ 24 સપ્ટેમ્બર 2026ના રોજ BSE ખાતે થયું હતું. NSEના શેરોમાં BSE પર કામકાજ થઈ રહ્યુ છે. શેરનું જાહેર ભરણું રૂપિયા 1,785 પર થયું હતું અને લિસ્ટીંગ રૂપિયા 1,800 પર થયું છે. કારોબારની શરૂઆતી સમયમાં શેર બજારમાં શેર રૂપિયા 1,878 સુધી પહોંચ્યો હતો. જોકે ત્યારબાદ નફારૂપી વેચવાલી અને બજારમાં મંદીના દબાણની સ્થિતિમાં શેરમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બરના અંત ભાગમાં તે રૂપિયા 1,761 જેટલો IPO કિંમતથી નીચે આવી ગયો છે. 21 ઓક્ટોબર સતત ચિંતાના માહોલ વચ્ચે NSEના શેરનો ભાવ ઈન્ટ્રા-ડે લો રૂપિયા 1709 બોલાઈ છેલ્લે રૂપિયા 17.55 એટલે કે 1.02 ટકા ગગડી રૂપિયા 1709 પર બંધ રહ્યો છે.
લિસ્ટીંગ બાદ સતત વેચવાલીનું દબાણ વધ્યું
IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને લિસ્ટીંગ બાદ શેર વેચી નફો રળવા ઈચ્છતા હતા. જોકે NSE શરૂઆતમાં કોઈ મોટા પ્રીમિયમથી ખુલ્યો ન હતો. શેરની કિંમત રૂપિયા 1800 પર ખુલ્યો હતો અને તે IPO પ્રાઈઝ રૂપિયા 1,785થી ઉપરની સપાટી પર હતો. શરૂઆતી ઉછાળામાં જે રોકાણકારોએ શેર વેચી દીધા હતા તેમના પૈસા લોક થયા નથી. કારણ કે હવે આ કંપનીના શેર તેના ઈશ્યુ પ્રાઈઝ રૂપિયા 1785 સામે આજે રૂપિયા 1706.55 પર કામકાજ ધરાવે છે.
સૌથી મોટી ચિંતાઃ NSEની કમાણી F&O પર આધાર રાખે છે
NSEની કમાણીનો સૌથી મોટો હિસ્સો ફ્યુચર્સ અને ઓપ્શન એટલે કે F&O ટ્રેડિંગમાંથી આવે છે. રોકાણકારોને સૌથી મોટી ચિંતા છે કે હવે F&Oને લઈ આવક ઓછી થઈ રહી છે. NSEની સંચાલકીય આવકનો મોટો હિસ્સો છે. હવે બજારને ચિંતા છે કે SEBIના નિયમ અને F&O ટ્રેડિંગને લઈ કડક વલણ કારોબારની ઝડપને ધીમી પાડી શકે છે.
