Software Stocks: Nifty IT સેક્ટરે 18 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ સાપ્તાહિક સુધારો નોંધાવ્યો, TCSથી લઈ Infosysના શેરમાં કેટલો ઉછાળો આવ્યો

ઈન્ફોસિસ રૂપિયા 50.60 એટલે કે 4.55 ટકા ઉછળી રૂપિયા 1,161.60, TCS રૂપિયા 108.55 અથવા 4.61 ટકા વધી રૂપિયા 2,463, વિપ્રો રૂપિયા 10.70 અથવા 6.16 ટકા વધી રૂપિયા 184.40 રહ્યા

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 16 Oct 2026 05:56 PM (IST)Updated: Fri, 16 Oct 2026 05:56 PM (IST)
nifty-it-posts-best-weekly-gain-in-18-years-as-q2-earnings-revive-investor-interest

Software Stocks:ટેક મહિન્દ્રા, TCS, HCL ટેકનોલોજી, ઈન્ફોસિસ અને વિપ્રો સહિતના લાર્જ-કેપ IT શેરોમાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી છે. IT સેક્ટરની કંપનીઓએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં સારું પર્ફોમન્સ દર્શાવતા અને Global AI ટ્રેડનો માહોલ નબળો પડતા રોકાણકારો સોફ્ટવેર સેક્ટર તરફ વળી રહ્યા છે.

Nifty IT ઈન્ડેક્સના 10 પૈકી છ કંપનીએ 10 ટકાથી વધારે સારો આ સપ્તાહમાં સુધારો દર્શાવ્યો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HCL ટેકનોલોજીસ, ઈન્ફોસિસ, વિપ્રો અને LTMના શેરોમાં છેલ્લા ચાર સેશન દરમિયાન અનુક્રમે 18.7 ટકા, 17.3 ટકા, 16.3 ટકા, 16.4 ટકા અને 12.1 ટકા સુધારો નોંધાવ્યો છે. 

હેવીવેઈટ શેરો તરફથી મળેલા મજબૂત સપોર્ટને લીધે Nifty IT ઈન્ડેક્સ 11.72 ટકાનો સુધારો નોંધાવ્યો હતો, જે છેલ્લા 18 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ સાપ્તાહિક સુધારો છે. આ સાથે કંપનીએ 30 હજારની મનોવૈજ્ઞાનિક રીતે મહત્વની સપાટી પુનઃહાંસલ કરી છેલ્લા 8 મહિનાની ઊંચી સપાટી દર્શાવી છે.

ઈન્ફોસિસ રૂપિયા 50.60 એટલે કે 4.55 ટકા ઉછળી રૂપિયા 1,161.60, TCS રૂપિયા 108.55 અથવા 4.61 ટકા વધી રૂપિયા 2,463, વિપ્રો રૂપિયા 10.70 અથવા 6.16 ટકા વધી રૂપિયા 184.40 રહ્યા હતા. BSE ઈન્ફોર્મેશન ટેકનોલોજી 994.62 પોઇન્ટ અથવા 3.38 ટકા ઉછળી 30,396.12 રહ્યો હતો.