MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની એયુએમ 17000 કરોડથી વધી ગઈ અને ચોખ્ખો નફો 115 કરોડ થયો

MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના પરિણામો, મજબૂત નાણાકીય કામગીરી જોવા મળી. નાણાકીય વર્ષ 2026-27નો બીજો ત્રિમાસિક ગાળો, એયુએમમાં 23.31 ટકા અને ચોખ્ખા નફામાં 25.91 ટકાની ઊંચી વૃદ્ધિ

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Thu, 29 Oct 2026 07:16 PM (IST)Updated: Thu, 29 Oct 2026 07:16 PM (IST)
mas-financial-services-limited-aum-has-crossed-17000-crore-and-its-net-profit-has-reached-115-crore

અમદાવાદ : MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલ) (BSE: 540749, NSE: MASFIN)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે પોતાના ઓડિટ ન થયેલા નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. 126 ત્રિમાસિક ગાળા સાતત્યપૂર્ણ નાણાકીય કામગીરી છેલ્લા ત્રણ દાયકામાં કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સનો પુરાવો છે.

30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 17042.86 કરોડ અને કરવેરાની ચુકવણી પછીનો નફો એટલે કે ચોખ્ખો નફો (પીએટી) રૂ. 115.12 કરોડ હતો, જે 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે અનુક્રમે રૂ. 13821.14 કરોડ અને રૂ. 91.43 કરોડ હતો. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં સંગઠિત ધોરણે વહેંચણી રૂ. 4907.95 કરોડ હતી, જે અંતર્ગત લાભાર્થીઓને ઋણ આપવામાં આવે છે.
ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં સમીક્ષાના ગાળામા એયુએમમાં 23 ટકા અને ચોખ્ખા નફામાં 26 ટકાની વૃદ્ધિ થઈ હતી.

30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં MAS ફાઇનાન્શિલ સર્વિસીસ લિમિટેડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 16011.38 કરોડ અને કરવેરાની ચુકવણી પછીનો નફો એટલે કે ચોખ્ખો નફો (પીએટી) રૂ. 110.05 કરોડ હતી, જે 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે અનુક્રમે રૂ. 12999.44 કરોડ અને રૂ. 89.70 કરોડ હતો. 30 જૂન, 2026ના રોજ એયુએમ રૂ. 15146.73 કરોડ હતી. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં સ્વતંત્ર ધોરણે વહેંચણી રૂ. 4812.05 કરોડ હતી.

ગત વર્ષના સમાન ગાળાની સરખામણીમાં સમીક્ષાના ગાળામાં એયુએમમમાં 23 ટકા અને ચોખ્ખા નફામાં 23 ટકાની વૃદ્ધિ થઈ હતી.
30 સપ્ટેમ્બર, 2026ના રોજ મૂડીપૂર્તતા રેશિયો (ટિઅર 2 મૂડી સહિત) 22.12 ટકા ઊંચો જળવાઈ રહ્યો હતો, તો ટિઅર-1 મૂડી 20.82 ટકા હતી.
પોર્ટફોલિયોની ગુણવત્તા સ્થિર જળવાઈ રહી હતી તથા એયુએમની ગ્રોસ સ્ટેજ 3 એસેટ 2.63 ટકા અને નેટ સ્ટેજ 3 એસેટ 1.70 ટકા જેટલી ઊંચી હતી, જે 30 જૂન, 2026ના રોજ એયુએમના નેટ સ્ટેજ 3 એસેટમાં 1.70 ટકા હતી.
30 સપ્ટેમ્બર, 2026ના રોજ કંપનીએ મેનેજમેન્ટ ખર્ચ રૂ. 17.60 કરોડ આગળ વધાર્યો હતો, જે ઓન-બુક એસેટમા 0.13 ટકા હતો.

naidunia_image
જ્યારે એમએસએમઈ સેગમેન્ટે એયુએમની વાર્ષિક ધોરણે વૃદ્ધિમાં અંદાજે 85 ટકા પ્રદાન કર્યુ હતું, ત્યારે અન્ય ઉત્પાદનોએ પણ અર્થસભર યોગદાન આપ્યું હતું.

MAS રુરલ હાઉસિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડ (MRHMFL)ની એયુએમ રૂ. 100 કરોડથી વધી ગઈ

30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં MAS રુરલ હાઉસિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ રૂ. 1031.47 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 4.62 કરોડ હતો, જે 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં અનુક્રમે રૂ. 821.70 કરોડ અને રૂ. 2.99 કરોડ હતો.

ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં સમીક્ષાના ગાળામાં એયુએમમાં 26 ટકા અને ચોખ્ખા નફામાં 55 ટકાનો વધારો થયો હતો.
30 સપ્ટેમ્બર, 2026ના રોજ મૂડીપૂર્તતા રેશિયો (ટિઅર 2 મૂડી સહિત) 34.11 ટકા પર મજબૂત જળવાઈ રહ્યો હતો. ટિઅર-1 મૂડી 32.10 ટકા પર હતી.
પોર્ટફોલિયોની ગુણવત્તા સ્થિર જળવાઈ રહી હતી તથા એયુએમના ગ્રોસ સ્ટેજ 3 એસેટમાં 0.99 ટકા અને નેટ સ્ટેજ 3 એસેટમાં 0.70 ટકા હતી, જે 30 જૂન, 2026ના રોજ એયુએમના ગ્રોસ સ્ટેજ 3 એસેટમાં 0.98 ટકા અને નેટ સ્ટેજ 3 એસેટમાં 0.68 ટકા હતી.
30 સપ્ટેમ્બર, 2026ના રોજ કંપનીએ મેનેજમેન્ટનો ખર્ચ રૂ. 3.69 કરોડ આગળ વધાર્યો હતો, જે ઓન-બુક એસેટમાં 0.48 ટકા હતો.

આ કામગીરી પર MAS ફાઇનાન્શિયલના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ ગાંધીએ કહ્યું હતું કે, “ટીમ MASએ એ વિશ્વાસ સાથે કે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની સૌથી ઝડપી રીત સતત આગેકૂચ કરવાની છે, અમે આ ત્રિમાસિક ગાળામાં એક વાર ફરી સારામાં સારી કામગીરી કરી છે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વૃદ્ધિ દર્શાવે છે. સંપૂર્ણ આધારે એયુએમમાં 23 ટકાથી વધારે અને ચોખ્ખા નફામાં 25 ટકાનો વધારો એનો પુરાવો છે. અમે જોખમનું વ્યવસ્થાપન અને નફાને પ્રાથમિકતા આપીને 20થી 25 ટકાના દરે વિકાસ કરવા કટિબદ્ધ છીએ.” ટીમ MAS પોતાના મિશન “પ્રયાસો મારફતે ઉત્કૃષ્ટતા” પ્રત્યે કટિબદ્ધ છે, જે હવે “ઉદ્દેશ સંચાલિત પ્રગિત આધારિત” સ્વરૂપે દેખાય છે.