MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના પ્રથમ ત્રિમાસિકના પરિણામ, કંપનીની સંગઠિત AUM ₹ 13,298.50 કરોડ થઈ

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ₹ 13298.50 કરોડ અને કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) ₹ 86.59 કરોડ હતો,

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Wed, 23 Jul 2025 05:31 PM (IST)Updated: Wed, 23 Jul 2025 05:34 PM (IST)
mas-financial-services-limited-first-quarter-results-the-companys-consolidated-aum-reached-13298-crore

અમદાવાદઃ MSME ધિરાણમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવતી MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલ) (BSE: 540749, NSE: MASFIN)એ 30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ઓડિટ ન થયેલા નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી.

અમને એ જાહેરાત કરવાની ખુશી છે કે MASFin ઇન્સ્યોરન્સ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલની પેટાકંપની)ને IRDAI (ઇરડા) પાસેથી ડાયરેક્ટ ઇન્સ્યોરન્સ બ્રોકર (લાઇફ અને જનરલ) તરીકે કામગીરી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. અંતિમ મંજૂરી IRDAI (ઇન્સ્યોરન્સ બ્રોકર્સ) નિયમન, 2018ની જરૂરિયાતો અને તેની શરતો પૂર્ણ કરવાને આધિન રહેશે.

કંપની સતત 121 ત્રિમાસિક ગાળાથી સાતત્યપૂર્ણ નાણાકીય કામગીરી કરી છે, જે કંપનીના ફંડામેન્ટલ મજબૂત હોવાનો પુરાવો છે. આ ગાળો આશરે લગભગ ત્રણ દાયકાનો છે. 30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ કુલ ₹ 3191.74 કરોડનું ધિરાણ કર્યું હતું, તો બાકી નીકળતું ધિરાણ લંબાવ્યું હતું.

મુખ્ય કામગીરી – (સંગઠિત ધોરણે)

30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ₹ 13298.50 કરોડ અને કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) ₹ 86.59 કરોડ હતો, જે 30 જૂન, 2024ના રોજ પૂર્ણ થયેલા ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનુક્રમે ₹ 11006.72 કરોડ અને ₹ 72.56 કરોડ હતો.
-આ રીતે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની AUM અને PATની સરખામણીમાં ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનુક્રમે 20.82% અને 19.34%નો વધારો થયો હતો.

મુખ્ય કામગીરી – MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (સ્વતંત્ર ધોરણે)

30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ₹ 12504.59 કરોડ અને કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) ₹ 83.90 કરોડ હતો, જે 30 જૂન, 2024ના રોજ પૂર્ણ થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનુક્રમે ₹ 10383.59 કરોડ અને ₹ 70.43 કરોડ હતો. 31 માર્ચ, 2025ના રોજ AUM ₹ 12099.85 કરોડ હતી. 30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્વતંત્ર ધોરણે વિતરણ ₹ 3130.18 કરોડ હતું.

ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં AUM અને PATની સરખામણીમાં ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનુક્રમે 20.43% અને 19.13%નો વધારો થયો હતો.
30 જૂન, 2025ના રોજ મૂડી પૂર્તતા રેશિયો ટિઅર- Iમાં 23.19% સાથે (ટિઅર II મૂડી સહિત) 25.22% પર અતિ મજબૂત જળવાઈ રહ્યો હતો.
પોર્ટફોલિયોની ગુણવત્તા સ્થિર જળવાઈ રહી હતી તથા સ્ટેજ 3 એસેટમાં એકંદર ધોરણે 2.49% અને અને સ્ટેજ 3 એસેટમાં ચોખ્ખા ધોરણે 1.63% હતી, જે 31 માર્ચ, 2025ના રોજ અનુક્રમે 2.44% અને 1.62% હતી.
કંપનીએ 30 જૂન, 2025ના રોજ ઓન-બુક એસેટના 0.17% તરીકે ₹ 17.60 કરોડનું મેનેજમેન્ટના વધારાના ખર્ચને આગળ વધારવાનું જાળવી રાખ્યું છે.

naidunia_image

દરેક કેટેગરીમાં અંતર્ભૂત એસેટ દર્શાવે છે. 30 જૂન, 2025ના રોજ વિવિધ NBFCs મારફતે કુલ અંતર્ભૂત એસેટ્સના 35.18% હતી.
ન્યૂ પ્રોડક્ટ સેગમેન્ટ
જ્યારે કંપનીની વાર્ષિક AUM વૃદ્ધિમાં MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસ)નાં સેગમેન્ટે અંદાજે 60% પ્રદાન કર્યું હતું, ત્યારે અન્ય ઉત્પાદનોએ પણ અર્થપૂર્ણ પ્રદાન કર્યું હતું.
મુખ્ય કામગીરી – MAS રુરલ હાઉસિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડ (સ્વતંત્ર ધોરણે)

30 જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં MAS રુરલ હાઉસિંગ એન્ડ મોર્ગેજ ફાઇનાન્સ લિમિટેડની એસેટ અંડર મેનેજમેન્ટ ₹ 793.90 કરોડ અને કરવેરાની ચુકવણી પછીનો નફો કે ચોખ્ખો નફો ₹ 2.76 કરોડ હતો, જે 30 જૂન, 2024ના રોજ પૂર્ણ થયેલા ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનુક્રમે ₹ 623.13 કરોડ અને ₹ 2.17 કરોડ હતો.

ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં AUM અને PATની સરખામણીમાં ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અનુક્રમે 27.40% અને 27.04%નો વધારો થયો હતો.
30 જૂન, 2025ના રોજ મૂડી પૂર્તતા રેશિયો (ટિઅર II મૂડી સહિત) 34.22% હતો. ટિઅર-I મૂડી 29.35% હતી.
પોર્ટફોલિયોની ગુણવત્તા સ્થિર જળવાઈ રહી હતી તથા સ્ટેજ 3 એસેટમાં એકંદર ધોરણે 0.92% અને અને સ્ટેજ 3 એસેટમાં ચોખ્ખા ધોરણે 0.64% હતી, જે 31 માર્ચ, 2025ના રોજ અનુક્રમે 0.94% અને 0.65% હતી.
-કંપનીએ 30 જૂન, 2025ના રોજ ઓન-બુક એસેટના 0.57% તરીકે ₹ 3.29 કરોડનું મેનેજમેન્ટના વધારાના ખર્ચને આગળ વધારવાનું જાળવી રાખ્યું છે.

naidunia_image

આ કામગીરી પર MAS ફાઇનાન્શિયલના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કમલેશ ગાંધીએ કહ્યું હતું કે, “આ પડકારજનક સમયગાળા દરમિયાન પણ કંપનીની કામગીરીએ મુશ્કેલ ચક્રમાંથી પણ સફળતાપૂર્વક પસાર થવાની અમારી ક્ષમતા પ્રદર્શિત કરી છે, જે 30 વર્ષની કામગીરીની આ લાંબી સફર દરમિયાન અમે ઘણી વાર પુરવાર કર્યું છે. આગળ જતાં અમને અમારી વૃદ્ધિનો દર અમારાં મજબૂત ફંડામેન્ટલ સાથે જાળવી રાખવાનો વિશ્વાસ છે, જે માટે કંપની માટે અતિ મજબૂત સક્ષમ પરિબળો જવાબદાર છે.