Business News : કન્ઝ્યુમર વેલનેસ સેગમેન્ટમાં કામગીરી સાથે ઇન્ટિગ્રેટેડ એગ્રો-પ્રોસેસિંગ કંપની મંગલમ્ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (MGEL)એ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે એના નાણાકીય પરિણામો આજે જાહેર કર્યા હતા.
કંપનીએ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી કુલ ₹982.56 કરોડની આવક કરી હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ₹705.80 કરોડ હતી. એ જ રીતે, સમીક્ષના ગાળામાં કુલ નફો (PBT) ₹12.27 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં ₹8.65 કરોડ હતો. આ પરિણામો એની એગ્રો-પ્રોસેસિંગ વેલ્યુ ચેન અને હાલ ચાલુ વ્યાવસાયિક પહેલોમાં કંપનીની કામગીરીને દર્શાવે છે.
કંપનીએ કેસ્ટર ઓઇલ, ઘઉં અને ચોખા સહિત મુખ્ય ઉત્પાદન કેટેગરીઓમાં સોર્સિંગ, પ્રોસેસિંગ, મૂલ્ય સંવર્ધન અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે એની ઇન્ટિગ્રેટેડ એગ્રો-પ્રોસેસિંગ કામગીરીને મજબૂત કરવાનું જાળવી રાખ્યું છે. પોતાના મુખ્ય વ્યવસાયની સાથે MGEL મુંબઈ, અમદાવાદ અને ઇન્દોરમાં રિટેલ કામગીરી સાથે NEAT એવરીડે મારફતે એનો કન્ઝ્યુમર વેલનેસ પોર્ટફોલિયો વિકસાવી રહી છે.
આ ગાળા દરમિયાન MGELએ એની ડાયરેક્ટ-ટૂ-કન્ઝ્યુમર વેલનેસ બ્રાન્ડ NEAT એવરીડેને સતત વિકસાવી છે, જે કોલ્ડ પ્રેસ્ડ ન્યૂટ્રા અને જરૂરી ઓઇલ,વેલનેસ સપ્લીમેન્ટ, ગમી, આયુર્વેદિક ફોર્મ્યુલેશન અને પર્સનલ કેર ઓફર કરે છે. બ્રાન્ડની રિટેલ કામગીરી ગ્રાહક સાથે જોડાણને ટેકો આપે છે, કારણ કે આ દરરોજ બદલાતા વેલનેસ બજારમાં ભાગીદાર થાય છે.
મુખ્ય નાણાકીય કામગીરીઓ (સંગઠિત ધોરણે) : નાણાકીય વર્ષ 2026-27નો બીજો ત્રિમાસિક ગાળો
- કુલ નફો/કરવેરાની ચુકવણી અગાઉ નફો (PBT) : ₹12.27 કરોડ, વાર્ષિક ધોરણે 41.85%ની વૃદ્ધિ, જે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં ₹8.65 કરોડ હતો.
- કામગીરીમાંથી આવક : ₹982.56 કરોડ, વાર્ષિક ધોરણે 39.21%ની વૃદ્ધિ, જે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં ₹705.80 કરોડ હતી.
- એડજસ્ટેડ EBITDA : ₹23.10 કરોડ, વાર્ષિક ધોરણે 38.57%ની વૃદ્ધિ, જે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં ₹16.67 કરોડ હતી.
- એડજસ્ટેડ EBITDA માર્જિન (%) : 2.35%, જે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં 2.36% હતું.
- મુખ્ય નાણાકીય કામગીરીઓ (સંગઠિત ધોરણે) : નાણાકીય વર્ષ 2026-27નો પ્રથમ અર્ધવાર્ષિક ગાળો
- કુલ નફો/કરવેરાની ચુકવણી અગાઉ નફો (PBT) : ₹22.71 કરોડ, વાર્ષિક ધોરણે 32.65%ની વૃદ્ધિ, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ₹17.12 કરોડ હતો.
- કામગીરીમાંથી આવક : ₹1934.63 કરોડ, વાર્ષિક ધોરણે 23.67%ની વૃદ્ધિ, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ₹1564.34 કરોડ હતી.
- એડજસ્ટેડ EBITDA : ₹44.28 કરોડ, વાર્ષિક ધોરણે 32.57%ની વૃદ્ધિ, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ₹33.40 કરોડ હતી.
- એડજસ્ટેડ EBITDA માર્જિન (%) : 2.29%, જે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 2.14% હતું.
આ પરિણામો પર મંગલમ્ ગ્લોબલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન વિપિન મંગલે કહ્યું હતું : “નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં અમારી વ્યાવસાયિક કામગીરી બજારની સતત બદલાતી સ્થિતિ વચ્ચે અમારી કામગીરીને પ્રદર્શિત કરે છે. અમે અમારી મુખ્ય એગ્રો-પ્રોસેસિંગ કામગીરીને મજબૂત કરવા, કાર્યકારી કાર્યદક્ષતા વધારવા, કેસ્ટર ઓઇલ, ઘઉં અને ચોખા સહિત તમામ મુખ્ય ઉત્પાદન કેટેગરીઓમાં નિકાસને વધારવા તેમજ અમારા સંપૂર્ણ પોર્ટફોલિયોમાં મૂલ્ય-સંવર્ધિત ઓફર વિકસાવવા ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખ્યું છે.
NEAT એવરીડે મારફતે કન્ઝ્યુમર વેલનેસ સેગમેન્ટમાં અમારી કામગીરીનું વિસ્તરણ પણ અમારી વ્યાવસાયિક હાજરી વધારે છે અને અમને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પર પ્રતિભાવ આપવા સક્ષમ બનાવે છે. આગળ જતાં અમે અમારા હિતધારકો માટે અમારી ક્ષમતાને મજબૂત કરવા અને લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખીશું.”
