Multibagger Penny Stock:શેરબજાર(Stock Market)માં કેટલાક એવા શેર છે કે જે રોકાણકારોને ખૂબ જ શાનદાર વળતર આપ્યુ છે. આ પૈકી કેટલાક શેર લાંબા ગાળામાં રોકાણકારોને સમૃદ્ધ બનાવી દે છે. આ પ્રકારના Multibagger Stocks રોકાણકારોના પૈસાને અનેક ગણા કરી આપે છે. આવો જ એક શેર છે કે જે ડિફેન્સ સેક્ટરની કંપની JTL Defence છે. જેણે છેલ્લા એક વર્ષમાં ફક્ત રૂપિયા 7ની રકમથી રૂપિયા 560ની યાત્રા કરી છે અને રોકાણકારો માટે Multibagger Stock સાબિત થયો છે.
વર્ષ દરમિયાન રૂપિયા 7થી વધીને રૂપિયા 570 થયો
Multibagger JTL Defence Shareએ રોકાણકારો પર જાણે પૈસાનો વરસાદ વરસાવ્યો છે. JTL Defence Share Price વર્ષ દરમિયાન એટલે કે 27 ઓક્ટોબર 2025ના રોજ રૂપિયા 7.14 પર કામકાજ કરતો હતો. જે આજે આશરે રૂપિયા 560 થયો છે.આ કંપનીના શેરનો ભાવ રૂપિયા 560 છે અને છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 924 બનાવી છે.
રૂપિયા 1 લાખના બનાવ્યા રૂપિયા 80 લાખ
JTL ડિફેન્સના શેરની કિંમતમાં છેલ્લા એક વર્ષમાં આવેલા આ ફેરફારના આધાર પર જોઈએ તો રોકાણકારોને આ અવધિમાં રૂપિયા 8066 ટકાનું શાનદાર રિટર્ન મળ્યું છે. એટલે કે જો કોઈ રોકાણકારે રૂપિયા 7 ભાવ પર શેર ખરીદ્યા હોય અને રોકાણ રૂપિયા એક લાખ હોય તથા તેને જાળવી રાખ્યા હોય તો વર્તમાન સમમયાં તેની કિંમત આશરે રૂપિયા 80 લાખ થઈ ગઈ હશે.
6 મહિનામાં પૈસા ડબલ
આ સ્મોલકેપ કંપની છે અને તેમાં માર્કેટ કેપિટલાઈઝેશન(JTL Defence Market Cap) રૂપિયા 613.79 કરોડ છે, જોકે તેના શેર પોતાના રોકાણકારો સમૃદ્ધ બનાવનાર સાબિત થાય છે. છેલ્લા છ મહિનામાં શેરની કિંમત 151 ટકા વધી છે.
