Multibagger Stock, Waaree Technologies Shares Price: અગ્રણી કંપની વારી ટેકનોલોજીસ (Waaree Technologies)એ છેલ્લા 3 વર્ષમાં તેના રોકાણકારોને તેમની અપેક્ષા કરતાં પણ અનેક ગણું વળતર આપ્યું છે.
4,185 ટકાનું બમ્પર વળતર
આ કંપનીના શેરનો ભાવ જાન્યુઆરી,2021માં રૂપિયા 20.40 હતો, જે છેલ્લા 3 વર્ષમાં ભારે તેજી વચ્ચે આજે લગભગ રૂપિયા 874 પહોંચી ગયો છે. આમ છેલ્લા ત્રણ વર્ષની અવધિમાં કંપનીના શેરના ભાવમાં 4,185 ટકાનું બમ્પર વળતર મળ્યું છે.
10 હજારના થયા રૂપિયા 4.28 લાખ
ઑએટલે કે જે રોકાણકારોએ જાન્યુઆરી,2021માં આ કંપનીના શેરમાં રૂપિયા 10 હજારનું રોકાણ કર્યું હોય તેમના રોકાણનું મૂલ્ય વધીને આજે રૂપિયા 4.28 લાખ થયું હશે.
આ મહિનામાં 21.5 ટકાની તેજી
આ કંપનીના શેરોમાં જાન્યુઆરી એટલે કે આ મહિનામાં 21.5 ટકાની તેજી નોંધાવી છે. આ ઉપરાંત ડિસેમ્બર,2023માં શેરના ભાવોમાં 54 ટકાનો ઉછાળો આવ્યો હતો. સપ્ટેમ્બર,2023 અને જાન્યુઆરી વચ્ચેની અવધિમાં શેરના ભાવમાં 152 ટકાનો ઉછાળો આવ્યો હતો. 4 જાન્યુઆરીના રોજ શેરનો ભાવ રૂપિયા 874.15ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી નોંધાવી હતી. 19મી જાન્યુઆરી,2023ના રોજ શેરનો ભાવ રૂપિયા 139.75 હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
