Crude Oil Price:ક્રુડ ઓઈલની કિંમતમાં આવ્યો ફરી વખત ઉછાળો, બેરલ દીઠ ભાવ 110 ડોલરને પાર થયા, પશ્ચિમ એશિય સંકટ ગંભીર બન્યું

Crude Oil Price:પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવ અને સાઉદી અરેબિયામાં હૂતી બળવાખોરોના હુમલા બાદ ગુરુવારે ક્રુડ ઓઈલની કિંમતોમાં ભારે તેજી જોવા મળી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 22 Oct 2026 11:49 AM (IST)Updated: Thu, 22 Oct 2026 11:49 AM (IST)
crude-oil-prices-have-surged-once-again-with-the-price-per-barrel-crossing-110-dollar
crude-oil-from-Russia-1782064949394.jpg

Crude Oil Price:પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવ અને સાઉદી અરેબિયામાં હૂતી બળવાખોરોના હુમલા બાદ ગુરુવારે ક્રુડ ઓઈલની કિંમતોમાં ભારે તેજી જોવા મળી છે. આ વિસ્તારમાં અમેરિકાના રાજદ્વારીઓ અને તેમના પરિવારોને કેટલાક મિશનો પરથી પરત બોલાવવાના અમેરિકાના વિદેશ વિભાગના નિર્ણયથી સ્થિતિ કેટલી ગંભીર છે તેના સંકેત મળે છે. દરમિયાન બ્રેન્ટ ક્રુડ પ્રતિ બેરલ 110 ડોલરની સપાટી કુદાવી ગયું છે. જ્યારે અમેરિકાનું ક્રુડ ઓઈલ WTI 98 ડોલર પ્રતિ બેરલ નજીક કામકાજ કરી રહ્યું છે.

ગુરુવારે ભારતીય સમય પ્રમાણે સવારે બ્રેન્ટ ક્રુડનો વાયદો 1.29 ડોલર એટલે કે 1.2 ટકા વધી 110.11 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો છે. જ્યારે અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI) ક્રુડ 97 સેન્ટ એટલે કે 1 ટકા વધી 98.12 ડોલર પ્રતિ બેરલ કામકાજ કરતું હતું. આ અગાઉ બુધવારે બ્રેન્ટ ક્રુડ લગભગ સ્થિર સપાટી પર હતા.ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી વિશ્વભરના બજારોમાં ચિંતા વધી છે કારણ કે તેની સીધી અસર ફુગાવા પર પડશે અને તેની અસર સેન્ટ્રલ બેંકની નીતિઓ પર પણ પડશે અને તેના કારણે વધુ દરમાં વધારો થઈ શકે છે.