Jio Platforms Share Price Today:જિયો પ્લેટફોર્મ્સના શેરમાં શરૂઆતી કામકાજ દરમિયાન તેજી જોવા મળી રહી છે. કંપનીનો શેર તેના અગાઉના બંધ રૂપિયા 1,417.50 સામે આજે રૂપિયા 1,445.90 પર ખુલ્યો હતો. એટલે કે અગાઉના બંધની તુલનામાં આજે રૂપિયા 28.40 વધ્યો હતો. ત્યારબાદ પણ સતત ખરીદી જોવા મળી છે. આ અહેવાલ લખાય છે ત્યારે શેરનો ભાવ રૂપિયા 1474 પર કામકાજ કરતો હતો. પ્રારંભિક કામકાજ દરમિયાન જિયો પ્લેટફોર્મ્સમાં 30.77 લાખ શેરમાં સોદા થયા હતા.
ઈશ્યુ પ્રાઈઝથી 30 ટકાથી વધારે આપ્યું વળતર
આ પણ વાંચો
ઈશ્યુ પ્રાઈઝ એ કિંમત હોય છે કે જેના પર કંપની તેના શેર રોકાણકારોને પહેલી વખત ઈશ્યુ કરે છે. આ કિંમતની તુલનામાં શેર વર્તમાન સ્તરે આશરે 30 ટકા વધારે છે. લિસ્ટીંગ બાદ રોકાણકારોને ખૂબ જ સારું વળતર મળી રહ્યું છે.
માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 13.50 લાખ કરોડને પાર
માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 13.50 લાખ કરોડને પાર થઈ ગયું છે. કંપનીના શેરના ભાવમાં સતત બીજા દિવસે તેજીની સ્થિતિ આગળ વધી રહી છે. આ સંજોગોમાં રોકાણકારોને ખૂબ જ સારો એવો ફાયદો થઈ રહ્યો છે.
