Jio Platforms Listing Updates:જિયો પ્લેટફોર્મ્સના શેરોનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)ખાતે શેરદીઠ રૂપિયા 1,358 ભાવ પર લિસ્ટીંગ થયું છે, તે રૂપિયા 1,119 ઈશ્યુ ભાવની તુલનામાં 21 ટકા પ્રીમિયમથી ખુલ્યો છે.
આ સાથે જ જિયો પ્લેટફોર્મ્સની શાનદાર લિસ્ટીંગ સાથે જ દેશની બીજા ક્રમની સૌથી મોટી મૂલ્યવાન કંપની બની ગઈ છે. જિયો પ્લેટપોર્મ્સનું માર્કેટ કેપ રૂપિયા 12.50 લાખ કરોડ છે.
ભારતના ઈતિહાસનો સૌથી મોટો IPO જિયો પ્લેટફોર્મ્સનું આજે ભારતીય શેરબજારમાં લિસ્ટીંગ થયું છે. રૂપિયા 30,213 કરોડનો આ IPOએ નવો રેકોર્ડ બનાવ્યો છે. તે 22.19 ગણો છલકાયો હતો હતો અને IPOમાં વેચાણ માટે રાખવામાં આવેલ શેરની તુલનામાં 22.19 ગણી બિડ હતી.
Jio Platforms IPO માટે કૂલ રૂપિયા 7 લાખ કરોડથી વધારે બિડ મળી છે. તેમાં એન્કર રોકાણકારોને 2.5 લાખ કરોડની બિડ લગાવી હતી, જેમાં સામાન્ય રોકાણકારો તરફથી 4.9 લાખ કરોડની બિડ મળી છે.
બજારના નિષ્ણાતોએ જિયો પ્લેટફોર્મ્સના મજબૂત લિસ્ટીંગની આશા છે. જો શેરનું લિસ્ટીંગ મજબૂત રહે છે તો જિયો પ્લેટફોર્મ્સ માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની શકે છે. આ બાબતમાં આ કંપની તેની પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બાદ બીજા સ્થાન પર રહેશે.
