Jio IPO Listing: JIO ના 1 લોટે રોકાણકારોને 2,868 રૂપિયાનો ફાયદો કરાવ્યો: શેર રાખવા કે વેચી દેવા જાણો શું કહે છે નિષ્ણાંત

જિયો પ્લેટફોર્મ્સ દ્વારા પોતાના IPO માટે પ્રતિ શેર 1,065 રૂપિયાથી 1,119 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેર 21.36% ના તગડા પ્રીમિયમ સાથે પ્રતિ શેર 1,358 રૂપિયા પર લિસ્ટ થયા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 28 Oct 2026 11:21 AM (IST)Updated: Wed, 28 Oct 2026 11:21 AM (IST)
jio-platforms-ipo-investors-earn-rs-2868-profit-on-1-lot-experts-reveal-whether-to-hold-or-sell
જીયો આઇપીઓ

Jio Platforms IPO Listing Gain: રિલાયન્સ સમૂહની ડિજિટલ અને ટેલિકોમ કંપની જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms) ના શેરોએ બુધવાર, 28 ઓક્ટોબર 2026 ના રોજ ભારતીય શેરબજાર (NSE અને BSE) પર શાનદાર ડેબ્યૂ કર્યું છે. કંપનીના આ મલ્ટી-બિલિયન ડૉલર IPO નું લિસ્ટિંગ અપેક્ષા મુજબ ખૂબ જ મજબૂત રહ્યું છે. IPO માં શેર મેળવનારા રિટેલ રોકાણકારોને પ્રથમ દિવસે જ બમ્પર કમાણી થઈ છે, જેમાં માત્ર 1 લોટ પર રોકાણકારોને 2,868 રૂપિયાનો ચોખ્ખો ફાયદો થયો છે.

1,358 રૂપિયા પર લિસ્ટિંગ, 1 લોટનું ગણિત

જિયો પ્લેટફોર્મ્સ દ્વારા પોતાના IPO માટે પ્રતિ શેર 1,065 રૂપિયાથી 1,119 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેર 21.36% ના તગડા પ્રીમિયમ સાથે પ્રતિ શેર 1,358 રૂપિયા પર લિસ્ટ થયા હતા. એટલે કે રોકાણકારોને દરેક શેર પર સીધો 239 રૂપિયાનો નફો મળ્યો છે.

આ IPO માં રિટેલ રોકાણકારો માટે લોટ સાઇઝ 12 શેર્સની હતી. આ મુજબ ગણતરી કરીએ તો:

  • ઇશ્યૂ પ્રાઇઝ (અપર બેન્ડ): 1,119 રૂપિયા પ્રતિ શેર
  • લિસ્ટિંગ ભાવ: 1,358 રૂપિયા પ્રતિ શેર
  • 1 લોટ (12 શેર) નું રોકાણ: 13,428 રૂપિયા
  • લિસ્ટિંગ સમયે 1 લોટનું મૂલ્ય: 16,296 રૂપિયા
  • 1 લોટ પર ચોખ્ખો નફો: 2,868 રૂપિયા

જે પણ રોકાણકારોને આ IPO નો 1 લોટ લાગ્યો હતો, તેમનું રોકાણ લિસ્ટિંગ મિનિટોમાં જ વધીને 16,296 રૂપિયા થઈ ગયું હતું.

ભારતી એરટેલને પછાડી દેશની 2જી સૌથી મોટી કંપની બની

લિસ્ટિંગની સાથે જ જિયો પ્લેટફોર્મ્સનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે 12.61 લાખ કરોડ રૂપિયા ને પાર પહોંચી ગયું છે. આ સાથે જ જિયો પોતાની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પછી દેશની બીજા ક્રમની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. જિયોએ ભારતી એરટેલ (માર્કેટ કેપ આશરે 12.35 લાખ કરોડ રૂપિયા) ને પાછળ છોડીને માર્કેટ કેપની રેસમાં બીજું સ્થાન મેળવી લીધું છે.

સબ્સ્ક્રિપ્શનમાં રચાયો હતો વર્લ્ડ રેકોર્ડ

જિયો પ્લેટફોર્મ્સનો 30,213 કરોડ રૂપિયાનો આ IPO 21 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો મૂકાયો હતો. આ ઇશ્યૂમાં 27 કરોડ નવા ઇક્વિટી શેર્સ રજૂ કરવામાં આવ્યા હતા. 3 દિવસ દરમિયાન આ IPO ને રોકાણકારો તરફથી અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો:

  • કુલ સબ્સ્ક્રિપ્શન: 22.19 ગણું
  • કુલ અરજીઓ: આશરે 1.4 કરોડ (14 મિલિયન) એપ્લિકેશન્સ
  • કુલ બોલી રકમ: 4.9 લાખ કરોડ રૂપિયાથી વધુની બોલીઓ મળી હતી.

હવે આગળ શું કરવું? એક્સપર્ટ્સની રણનીતિ

શાનદાર લિસ્ટિંગ બાદ હવે શેરને હોલ્ડ રાખવો કે વેચી દેવો, તે અંગે બજારના નિષ્ણાતોનું માનવું છે કે જિયો પ્લેટફોર્મ્સ ભારતનું મોટું ડિજિટલ ઇકોસિસ્ટમ પ્લેટફોર્મ છે. ટેલિકોમ, ક્લાઉડ, ડિજિટલ સેવાઓ અને AI ક્ષેત્રે કંપનીનો ગ્રોથ અને માર્કેટ દબદબો ખૂબ જ મજબૂત છે. તેથી દીર્ઘકાલીન (Long-term) રોકાણકારો માટે આ શેર પોર્ટફોલિયોમાં જાળવી રાખવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે શોર્ટ-ટર્મ રોકાણકારો આંશિક નફો બુક કરવાની વ્યૂહરચના અપનાવી શકે છે. કેટલાકર રોકાણકારો સાથે ગુજરાતી જાગરણે વાત કરી તો તેઓનું કહેવું હતું કે હાલના તબક્કે પ્રોફિટ બૂક કરી તેઓ શેરને વેંચી દેવાની રણનીતિ ધરાવેશે. માર્કેટના દબાણ બાદ જો શેરની કિંમત થોડી નીચી આવશે તો તેઓ ફરી શેર ખરીદશે અને લાંબા સમય સુધી રાખી શુકશે.