Jio IPO Details: Jio IPOને રોકાણકારો તરફથી શાનદાર પ્રતિસાદ, એન્કર બુકમાં રૂપિયા 2.5 લાખ કરોડની થઈ ડિમાંડ

Jio Platforms Anchor book details: જિયો પ્લેટફોર્મ્સના પ્રારંભિક જાહેર ભરણા(IPO)ને આજે 19 ઓક્ટોબરના રોજ એન્કર ઈન્વેસ્ટર માટે ખુલ્લો રહ્યો હતો. એન્કર ઈન્વેસ્ટરમાં રેકોર્ડ ડિમાન્ડ જોવા મળી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 19 Oct 2026 04:39 PM (IST)Updated: Mon, 19 Oct 2026 04:39 PM (IST)
jio-ipo-platforms-anchor-book-see-rupee-25-lakh-crore-demand-check-details

Jio Platforms Anchor book details:  જિયો પ્લેટફોર્મ્સના પ્રારંભિક જાહેર ભરણા(IPO)ને આજે 19 ઓક્ટોબરના રોજ એન્કર ઈન્વેસ્ટર માટે ખુલ્લો રહ્યો હતો. એન્કર ઈન્વેસ્ટરમાં રેકોર્ડ ડિમાન્ડ જોવા મળી છે. CNBC TV18ના અહેવાલ પ્રમાણે ટેલિકોમ કંપની Jioના એન્કર બુકમાં રૂપિયા 2.5 લાખ કરોડની માંગ સામે આવી છે. આ આંકડા જોતા એન્કર ઈન્વેસ્ટર્સમાં પણ આ કંપનીના IPO માટે શાનદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.

30 ગણો કરવામાં આવી માંગ

Jio Plateformsના IPOની સાઈઝ 30123 કરોડ છે. તેમાંથી એન્કર ઈન્વેસ્ટર્સ માટે રૂપિયા 8110 કરોડ છે. અહેવાલ પ્રમાણે એન્કર બુકમાં 30 ગણાથી વધારે માંગ દેશના સૌથી મોટા IPOને જોવા મળી છે. એન્કર ઈન્વેસ્ટરોમાં ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ, FII, ઈન્શ્યોરન્સ કંપની, સોવરેન વેલ્થ ફંડ્સ વગેરે સામેલ છે.

એન્કર ઈન્વેસ્ટર્સમાં કયા મોટા નામ છે

બ્લેકરોક, કેપિટલ ગ્રુપ, JP મોર્ગન એસેટ મેનેજમેન્ટ, ફ્રેન્કલીન ટેમ્પલેટન, ઈન્વેસ્કો જેવા રોકાણકારોનો સમાવેશ થાય છે. અહેવાલ પ્રમાણે સિંગાપુર GIC, અબુધાબી ADIA, નોર્વેઝ નોર્ગેસ બેન્ક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ જેવા સોવરેન વેલ્થ ફંડમાં એન્કરબુક મારફતે જિયોમાં હિસ્સેદારી ખરીદવા હરોળમાં છે.

ઘરઆંગણાના ઈન્વેસ્ટર્સની વાત કરીએ તો SBI MF, ICICI પ્રૃડેન્શિયલ MF, HDFC MF, આદિત્ય બિરલા સન લાઈફ MF, નિપ્પન ઈન્ડિયા FM અને કોટક MF જેવા નામનો સમાવેશ થાય છે. ઈન્શ્યોરન્સ કંપનીઓમાં LIC, HDFC લાઈફ, SBI લાઈફ, SBI પેન્શન જેવી દિગ્ગજ પ્લેયર્સનો સમાવેશ થાય છે. જોકે એન્કર ઈન્વેસ્ટર્સને લગતી અધિકૃત માહિતી સામે આવી નથી.

રિટેલ ઈન્વેસ્ટર્સ માટે 21 ઓક્ટોબરે ખુલશે IPO

જિયો પ્લેટફોર્મ્સનું પ્રારંભિક જાહેર ભરણુ(IPO) રિટેલ રોકાણકારો માટે 21 ઓક્ટોબરના રોજ ખુલશે અને 23 ઓક્ટોબર સુધી તે ખુલ્લુ રહેશે. કંપનીના જાહેર ભરણા માટે પ્રાઈઝ બેન્ડ રૂપિયા 1065થી રૂપિયા 1119 નક્કી કરવામાં આવી છે. કંપનીનો ઈશ્યુ સંપૂર્ણપણે ફ્રેશ શેરનો છે. જાહેર ભરણા મારફતે કંપની 27 કરોડ ફ્રેશ શેર કરશે. કંપનીએ તેના કર્મચારીઓને શેરદીઠ 54 રૂપિયા છૂટ આપી છે. કંપનીના ઈક્વિટી શેર BSE અને NSE પર લિસ્ટેડ કરવામાં આવશે.