Jio IPO: ભારતની સૌથી મોટી ડિજિટલ કનેક્ટિવિટી કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL)નો ₹30,213 કરોડનો મોટો IPO 21 ઓક્ટોબરે ખુલવા જઈ રહ્યો છે. આ આઈપીઓ પહેલા જ દિગ્ગજ બ્રોકરેજ રિસર્ચ હાઉસીસ (GEPL કેપિટલ, વેન્ચુરા સિક્યોરિટીઝ અને SMC ગ્લોબલ) એ કંપનીના ગ્રોથ અને ભવિષ્યના માસ્ટરપ્લાન પર વિસ્તૃત રિપોર્ટ જાહેર કર્યા છે. આ માસ્ટરપ્લાનમાં 2G યુઝર્સને 4G/5Gમાં કન્વર્ટ કરવા, હોમ બ્રોડબેન્ડનો વિસ્તાર, એન્ટરપ્રાઇઝ ક્લાઉડ, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને વિદેશી ટેલિકોમ ઓપરેટરોને પોતાની ટેકનોલોજી વેચીને કમાણી વધારવાના આયોજનનો સમાવેશ થાય છે.
2G યુઝર્સ અને ગ્રાહક મંડળમાં મોટો વધારો કરવાનો પ્લાન
જૂન 2026 સુધીમાં જિયોના કુલ ગ્રાહકોની સંખ્યા 53.33 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આમ છતાં, માર્કેટમાં ગ્રાહકો ઉમેરવાની હજુ પણ વિશાળ શક્યતાઓ છે.
2G મુક્ત ભારત અભિયાન: 30 જૂન 2026ના ડેટા મુજબ, ભારતમાં હજુ પણ 26.1 કરોડ યુઝર્સ 2G નેટવર્કનો ઉપયોગ કરે છે. જિયો આ યુઝર્સને ₹799ના સસ્તા 'JioBharat' ફોન દ્વારા પોતાની તરફ આકર્ષવાની યોજના બનાવી રહ્યું છે.
ARPUમાં સુધારો: પ્રતિ યુઝર સરેરાશ કમાણી (ARPU) નાણાકીય વર્ષ 2024ના ₹181.7થી વધીને Q1FY27માં ₹215.6 થઈ ગઈ છે. ઉપરાંત, પ્રતિ ગ્રાહક માસિક ડેટા વપરાશ વધીને 43.7 GB પહોંચ્યો છે.
કંપની પ્રીમિયમ પ્લાન્સ, OTT એન્ટરટેઈનમેન્ટ, ક્લાઉડ સ્ટોરેજ અને ગેમિંગ બંડલિંગ દ્વારા ARPUને વધુ ઊંચે લઈ જવાની વ્યૂહરચના ધરાવે છે.
હોમ બ્રોડબેન્ડ અને જિયોએરફાઇબર (JioAirFiber)નો વિસ્તાર
- બ્રોડબેન્ડ ક્ષેત્રે જિયો માટે વૃદ્ધિની અસીમ શક્યતાઓ રહેલી છે.
- જૂન 2026 સુધીમાં જિયો પાસે 28.6 મિલિયન JioFiber અને JioAirFiber સબસ્ક્રાઇબર્સ હતા.
- ભારતમાં ફિક્સ્ડ બ્રોડબેન્ડનો વ્યાપ હાલમાં માત્ર 21% છે, જે FY31 સુધીમાં 46% સુધી પહોંચવાનો અંદાજ છે.
- જ્યાં ટ્રેડિશનલ વાયર કેબલ (ફાઇબર) નાખવું મુશ્કેલ કે મોંઘું છે ત્યાં ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (JioAirFiber) દ્વારા જિયો ઝડપથી નવા બજારોમાં પ્રવેશ કરી રહ્યું છે.
7,220 પેટન્ટ્સ અને 'JioBrain' AI પ્લેટફોર્મ
- એનાલિસ્ટ્સ જિયો પ્લેટફોર્મ્સને માત્ર એક ટેલિકોમ કંપની નહીં પરંતુ એક આધુનિક ટેકનોલોજી પ્લેટફોર્મ તરીકે જોઈ રહ્યા છે.
- જિયોએ પોતાનું પ્રોપ્રાઇટરી (સ્વદેશી) End-to-End 5G સ્ટેન્ડઅલોન સ્ટેક વિકસાવ્યું છે.
- કંપનીએ 4G, 5G, 6G, AI અને ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં કુલ 7,220 પેટન્ટ એપ્લિકેશન્સ ફાઈલ કરી છે.
- કંપનીનું પોતાનું AI પ્લેટફોર્મ 'JioBrain' હાલમાં નેટવર્ક ઓપરેશન્સમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું છે અને તે ભવિષ્યમાં ટેકનોલોજી મોનેટાઇઝેશન (કમાણી)નો મુખ્ય સ્ત્રોત બનશે.
ગ્લોબલ માર્કેટમાં ટેકનોલોજી વેચીને રેવેન્યુ મોડેલ
JPL માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પોતાની ટેકનોલોજી વેચવાની યોજના બનાવી રહ્યું છે. જિયો વિદેશી ટેલિકોમ ઓપરેટરો સાથે ભાગીદારી કરીને પોતાનું 5G કોર, ક્લાઉડ-નેટિવ RAN, OSS/BSS અને FWA ટેકનોલોજી વેચશે. આ ગ્લોબલ મોડેલની મદદથી જિયોને વિદેશમાં મોટું ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કર્યા વિના જ આંતરરાષ્ટ્રીય સ્તરેથી નવો રેવેન્યુ ગ્રોથ મળશે.
ઝડપથી વધતી ડિજિટલ ઇકોનોમીનો લાભ
ભારતીય ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં મોબાઈલ બ્રોડબેન્ડનું ARPU નાણાકીય વર્ષ 2026 માં ₹199.5 થી વધીને નાણાકીય વર્ષ 2031 સુધીમાં ₹326.4 થવાનો અંદાજ છે, જેનો સીધો ફાયદો આ IPO બાદ જિયો પ્લેટફોર્મ્સને મળશે.
