Infosys Share Price Crash: Infosysનો શેર રૂપિયા 1000 લેવલ ગુમાવી 5 વર્ષના તળિયે પહોંચ્યો, રોકાણકારોના રૂપિયા 2.5 લાખ કરોડનો સફાયો થઈ ગયો

Infosys Share Price Crash:ભારતની સૌથી મોટી IT કંપની ઈન્ફોસિસ (Infosys)ના રોકાણકારો માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલીથી ભરેલું રહ્યું છે. ભારતીય શેરબજારમાં સૌથી વધારે વિશ્વાસપાત્ર એવી બ્લુ-ચીપ કંપનીઓમાં અગ્રણી સ્થાન ધરાવતી ઈન્ફોસિસના શેરોએ આજે રૂપિયા 1,000 લેવલ ગુમાવી દીધુ હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 01 Jul 2026 06:13 PM (IST)Updated: Wed, 01 Jul 2026 06:13 PM (IST)
infosys-shares-hit-5year-low-after-losing-rs-1000-level-investors-rs-25-lakh-crore-wiped-out

Infosys Share Price Crash:ભારતની સૌથી મોટી IT કંપની ઈન્ફોસિસ (Infosys)ના રોકાણકારો માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલીથી ભરેલું રહ્યું છે. ભારતીય શેરબજારમાં સૌથી વધારે વિશ્વાસપાત્ર એવી બ્લુ-ચીપ કંપનીઓમાં અગ્રણી સ્થાન ધરાવતી ઈન્ફોસિસના શેરોએ આજે રૂપિયા 1,000 લેવલ ગુમાવી દીધુ હતું. સૌથી ખાસ વાત એ છે કે સપ્ટેમ્બર 2020 બાદ આ પ્રથમ વખત છે કે કંપનીના શેર આ લેવલથી નીચે આવી ગયો છે.

સતત ઘટાડાને પગલે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઘટીને રૂપિયા 4 લાખ કરોડ થઈ ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી વધતી સ્પર્ધા, નબળા બિઝનેસ ગ્રોથ અને અમેરિકાની આર્થિક અનિશ્ચિતતાને લીધે સમગ્ર ભારતીય IT સેક્ટર પર અસાધારણ દબાણ આવ્યું છે.

રૂપિયા 1000 લેવલથી અંદર આવી ગયો

આજે ભારતીય શેરબજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે કંપનીના શેરનો ભાવ રૂપિયા 1000 લેવલથી અંદર આવી ગયો હતો. શેરનો ભાવ રૂપિયા 14.40 એટલે કે 1.44 ટકા ગગડી રૂપિયા 986 રહ્યા હતા. આ ઘટાડો ફક્ત એક દિવસ માટે જ નથી પણ છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી નબળી સ્થિતિનો ભાગ છે. ફેબ્રુઆરી 2026 બાદ કંપનીના શેરોમાં સતત વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

રૂપિયા 2,006થી 50 ટકાથી વધારે ઘટાડો થઈ ચુક્યો છે

આ વર્ષે અત્યાર સુધીમાં ઈન્ફોસિસના શેરની કિંમત આશરે 40 ટકા ગગડી ગયા છે. જ્યારે છેલ્લા દોઢ વર્ષમાં રોકાણકારોની સંપત્તિ લગભગ અડધી થઈ ગઈ છે. કંપનીના શેરોએ રેકોર્ડ લેવલ રૂપિયા 2,006થી 50 ટકાથી વધારે ઘટાડો થઈ ચુક્યો છે.

રોકાણકારોને આશરે રૂપિયા 2.5 લાખ કરોડથી વધારે સંપત્તિનું ધોવણ

આ ઘટાડાની અસર ફક્ત શેરની કિંમત પૂરતો નથી. પણ ઈન્ફોસિસના માર્કેટ કેપ (Market Cap) પણ આશરે રૂપિયા 8.37 લાખ કરોડના શિખરથી ઘટીને આશરે રૂપિયા 4 લાખ કરોડ થઈ ગયું છે. એટલે કે રોકાણકારોને આશરે રૂપિયા 2.5 લાખ કરોડથી વધારે સંપત્તિનું ધોવણ થયું છે. હવે આ સંપત્તિના ધોવાણની સૌથી મોટી અસર મ્યુચ્યુઅલ ફંડ પર થઈ રહ્યું છે કે જેઓ ઈન્ફોસિસમાં મોટા પ્રમાણમાં રોકાણ ધરાવે છે.

આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને લઈ મોટો ડર 

નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન સમયમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને લઈ મોટો ડર છે. ન્યુ જનરેટિવ AI ટેકનિક તથા ઓટોમેટેડ કોડિંગ ટૂલ્સના આગમન બાદ રોકાણકારોને આશંકા છે કે પરંપરાગત સર્વિસ કંપનીઓના બિઝનેસ મોડલ આગામી વર્ષોમાં સંપૂર્ણપણે બદલાઈ શકે છે. ખાસ કરીને ફેબ્રુઆરીમાં લોંચ થયેલા Anthropicના Claude Code જેવા AI પ્લેટફોર્મે એ વાતને લઈ ચિંતા વધારી દીધી છે કે ભવિષ્યમાં અનેક સોફ્ટવેર ડેવલપમેન્ટ અને આઉટસોર્સિંગ સર્વિસ મશીન જ સંભાળી શકે છે.