હિમાલયન સોલાર લિમિટેડ IPO મારફતે આશરે રૂપિયા 68 કરોડનું ભંડોળ ઊભુ કરશે, શેરદીઠ રૂપિયા 98-103 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી

આ ઈશ્યૂ માટે સબ્સ્ક્રિપ્શન શુક્રવાર, 25મી સપ્ટેમ્બર 2026નાં રોજ ખુલશે અને મંગળવાર 29મી સપ્ટેમ્બર 2026નાં રોજ ક્લોઝ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026નાં રોજ ઓપન થશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 23 Sep 2026 04:21 PM (IST)Updated: Wed, 23 Sep 2026 04:21 PM (IST)
himalayan-solar-limited-to-raise-upto-680294-lakhs-via-ipo-price-band-fixed-at-98-103-per-share
IPO News Prasol Chemicals

Himalayan Solar IPO:સોલાર પીવી મોડ્યુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન્સના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અગ્રણી કંપની હિમાલયન સોલાર લિમિટેડે તેના આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ઇક્વિટી શેર દીઠ રૂપિયા 98 થી રૂપિયા 103ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ ઈશ્યૂ માટે સબ્સ્ક્રિપ્શન શુક્રવાર, 25મી સપ્ટેમ્બર 2026નાં રોજ ખુલશે અને મંગળવાર 29મી સપ્ટેમ્બર 2026નાં રોજ ક્લોઝ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026નાં રોજ ઓપન થશે.

કંપની આ IPO દ્વારા રૂપિયા 6,802.94 લાખ એકત્રિત કરવાની યોજના ધરાવે છે અને NSE Emerge પર લિસ્ટ થશે. Finshore Management Services Limited આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર (BRLM) છે અને Maashitla Securities Private Limited રજિસ્ટ્રાર છે.

આ IPOમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા રૂપિયા 10 ફેસ વેલ્યુ ધરાવતા 58,90,800 સુધીનાં ઇક્વિટી શેરનાં ફ્રેશ ઇશ્યૂ અને 7,14,000 સુધીનાં ઇક્વિટી શેરનું ઓફર ફોર સેલ સામેલ છે. માર્કેટ મેકર માટે 3,31,200 સુધીનાં ઇક્વિટી શેર અનામત રાખવામાં આવ્યા છે અને કુલ નેટ ઓફરિંગમાંથી, નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે ઓછામાં ઓછા 18,79,200 ઇક્વિટી શેર, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે 12,55,200 સુધીના ઇક્વિટી શેર અને વ્યક્તિગત રોકાણકારો માટે ઓછામાં ઓછા 31,39,200 ઇક્વિટી શેર રાખવામાં આવ્યા છે.

હિમાલયન સોલાર લિમિટેડ IPOમાંથી મળનારી રકમમાંથી રૂપિયા 1,298.30 લાખ સુધીનો ઉપયોગ હાલની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનાં એક્સપાન્શન અને અપગ્રેડેશન માટે વધારાનાં પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે કરવા માંગે છે, રૂપિયા 211.99 લાખ સુધીની રકમ બાકી ઉધારનાં રિપેમેન્ટ/પ્રી-પેમેન્ટ માટે અને રૂપિયા 2,950 લાખ સુધીની રકમ કંપનીની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવામાં આવશે, જ્યારે બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

વર્ષ 2015માં સ્થાપિત હિમાલયન સોલાર લિમિટેડ ઇન્ટીગ્રેટેડ ટર્નકી સોલાર એનર્જી સોલ્યુશન્સ ઓફર કરે છે. કંપની સોલાર વોટર પમ્પિંગ સિસ્ટમ્સ પર ફોકસ કરીને સોલાર પ્રોડક્ટ્સની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ જેવી સેવાઓ પ્રદાન કરે છે. કંપની સમગ્ર ભારતમાં વિવિધ પ્રોજેક્ટ્સ માટે સર્વિસ પૂરી પાડે છે અને હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્ય પ્રદેશ જેવી અનેક રાજ્યની સરકારો સાથે પ્રતિષ્ઠિત સોલાર પાર્ટનર તરીકે એમ્પેનલ્ડ છે.