Hester Biosciences Q2 FY27 Results: વેક્સિન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી ભારતની અગ્રણી એનિમલ હેલ્થ કંપનીઓ પૈકીની એક હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે (BSE 524669) સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા Q2 FY27 માટે રૂ. 20.63 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે Q2 FY26માં નોંધાયેલા રૂ. 14.33 કરોડની સરખામણીએ 44%નો વધારો દર્શાવે છે. Q2 FY27માં કન્સોલિડેટેડ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ રૂ. 97.91 કરોડ રહી, જે Q2 FY26માં નોંધાયેલી રૂ. 70.97 કરોડની સરખામણીએ 38%નો વાર્ષિક વધારો દર્શાવે છે.
EBITDA અને માર્જિનમાં મજબૂત સુધારો
Q2 FY27માં કન્સોલિડેટેડ EBITDA રૂ. 36.52 કરોડ રહ્યો, જે Q2 FY26માં નોંધાયેલા રૂ. 23.60 કરોડની સરખામણીએ 55%નો વાર્ષિક વધારો દર્શાવે છે. આ ક્વાર્ટર દરમિયાન EBITDA માર્જિન વધીને 37% થયું, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે 33% હતું.
H1 FY27ની કામગીરી અને નાણાકીય ચિત્ર
H1 FY27માં કન્સોલિડેટેડ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ 13% વધીને રૂ. 175.16 કરોડ થઈ, જ્યારે H1 FY26માં તે રૂ. 155.07 કરોડ હતી. કન્સોલિડેટેડ EBITDA રૂ. 148.32 કરોડ રહ્યો, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે રૂ. 49.78 કરોડ હતો. નેટ પ્રોફિટ પણ વધીને રૂ. 117.36 કરોડ થયો, જે અગાઉ રૂ. 31.63 કરોડ હતો.
ગેટ્સ ફાઉન્ડેશનની લોન સુધારાથી રૂ. 85.77 કરોડનો એક્સેપ્શનલ ગેઇન
H1ની કન્સોલિડેટેડ પ્રોફિટેબિલિટીમાં હેસ્ટર આફ્રિકામાં ગેટ્સ ફાઉન્ડેશનની લોનમાં સુધારો કરવામાં આવ્યા બાદ રૂ. 85.77 કરોડનો એક્સેપ્શનલ ગેઇન સામેલ છે. બાકી રહેલી પ્રિન્સિપલ લોન USD 12 મિલિયનથી ઘટાડીને USD 5 મિલિયન કરવામાં આવી, જમા થયેલું વ્યાજ માફ કરવામાં આવ્યું અને બાકીની લોનને વ્યાજમુક્ત કરવામાં આવી.
આંતરરાષ્ટ્રીય બજાર અને સપ્લાય સ્થિતિ
ઇન્ટરનેશનલ ઓપરેશન્સ મોટાભાગે સ્થિર રહ્યા હતા. આ ક્વાર્ટર દરમિયાન એશિયા અને આફ્રિકાના વિવિધ માર્કેટ્સમાં ટેન્ડરની જરૂરિયાતો તેમજ અન્ય સંસ્થાકીય અને એક્સપોર્ટ ઓર્ડર્સ મુજબ સપ્લાય કરવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ બિઝનેસમાં પ્રોડક્ટ રજિસ્ટ્રેશન, વધુ માર્કેટ્સ સુધી પહોંચ અને લાંબા ગાળાની કોમર્શિયલ તકોના વિકાસ પર સતત ફોકસ કરવામાં આવી રહ્યું છે.
કંપની ઓપરેશનલ કાર્યક્ષમતા, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને શિસ્તબદ્ધ અમલ દ્વારા લાંબા ગાળે સસ્ટેનેબલ પ્રોફિટેબિલિટી હાંસલ કરવાની પોતાની સ્ટ્રેટેજી પ્રત્યે પ્રતિબદ્ધ છે.
FY27નાં હવેનાં સમયગાળા દરમિયાન, હેસ્ટર આ બાબતો પર ફોકસ કરવાનું ચાલુ રાખશે-
- નવા પ્રોડક્ટ્સ રજૂ કરીને, માર્કેટમાં વધુ સારી પહોંચ બનાવીને અને ભૌગોલિક વિસ્તરણ દ્વારા પોલ્ટ્રી હેલ્થકેરમાં ગ્રોથ જાળવી રાખવો.
- પ્રોફિટેબિલિટી અને રિસોર્સ એલોકેશનમાં સુધારા કરવા માટે એનિમલ હેલ્થકેર બાયોલોજિકલ્સના પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત બનાવવો અને હેલ્થ પ્રોડક્ટ્સનાં પોર્ટફોલિયોમાં સુધારો કરવો.
- પોલ્ટ્રી અને લાઇવસ્ટોક હેલ્થકેર ક્ષેત્રમાં વેક્સિન ડેવલપમેન્ટને આગળ વધારવું અને નેશનલ તથા ઇન્ટરનેશનલ રેગ્યુલેટરી સબમિશન્સ કરવી.
- સતત ઓપરેશનલ સુધારાઓ દ્વારા મેન્યુફેક્ચરિંગ કાર્યક્ષમતા અને કેપેસિટી યુટિલાઇઝેશનમાં સુધારો કરવો.
- પ્રોડક્ટ રજિસ્ટ્રેશન, ફોકસ્ડ માર્કેટ ડેવલપમેન્ટ અને ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ દ્વારા એક્સપોર્ટની તકો વિકસાવવી.
પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓમાં કરેલા રોકાણને ખર્ચ પર નિયંત્રણ અને સતત અમલના આધારે સસ્ટેનેબલ ગ્રોથમાં બદલવા પર હેસ્ટરનું ફોકસ છે.
