HD FIRE PROTECT IPO:HD ફાયર પ્રોટેક્ટ લિમિટેડનો IPO 13મી ઓક્ટોબરે ખુલશે, શેરદીઠ રૂપિયા 258-271 પ્રાઈઝ બેન્ડ નક્કી થઈ

ઓછામાં ઓછા 55 ઇક્વિટી શેર માટે બિડ કરી શકાશે અને ત્યારબાદ 55 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. દરેક ઇક્વિટી શેર માટે પ્રાઇઝ બેન્ડ રૂપિયા 258થી રૂપિયા 271 નક્કી કરવામાં આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 08 Oct 2026 10:31 PM (IST)Updated: Thu, 08 Oct 2026 10:31 PM (IST)
hd-fire-protect-limited-ipo-to-open-on-october-13-2026
Moneyview-IPO-1790185712322.webp

HD FIRE PROTECT IPO: HD ફાયર પ્રોટેક્ટ લિમિટેડ તેના ઇક્વિટી શેરના IPO માટે 13 ઓક્ટોબર 2026ના રોજ ઓફર શરૂ કરશે.ઓફર 15મી ઓક્ટોબર 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ 12મી ઓક્ટોબર 2026 રહેશે. ઓછામાં ઓછા 55 ઇક્વિટી શેર માટે બિડ કરી શકાશે અને ત્યારબાદ 55 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે. દરેક ઇક્વિટી શેર માટે પ્રાઇઝ બેન્ડ રૂપિયા 258થી રૂપિયા 271 નક્કી કરવામાં આવ્યો છે.

આ ઓફરમાં પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂપિયા 5ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 2,62,84,500 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે.એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન હેઠળ બિડ કરનારા પાત્ર કર્મચારીઓને દરેક ઇક્વિટી શેર પર રૂ. 25નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમાં હરીશ નરશી ધરમશી દ્વારા રૂપિયા 5ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 89,83,700 ઇક્વિટી શેર અને કુસુમ હરીશ ધરમશી દ્વારા રૂપિયા 5ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 1,73,00,800 ઇક્વિટી શેરના વેચાણનો સમાવેશ થાય છે. આ ઓફરમાં ફ્રેશ ઇશ્યૂનો કોઈ હિસ્સો નથી.

એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ,આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેરનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE)ને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) પર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે.