Elevate Campuses IPO: એલિવેટ કેમ્પસીસ લિમિટેડનું રૂપિયા 2100 કરોડનું જાહેર ભરણું 23 સપ્ટેમ્બરે ખુલશે

Elevate Campuses IPO: એલિવેટ કેમ્પસીસ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું(IPO) 23 સપ્ટેમ્બર 2026થી 25 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. જોકે એન્કર ઈન્વેસ્ટર માટે બિડિંગની તારીખ 22 સપ્ટેમ્બર 2026ના રોજ એક દિવસ માટે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 21 Sep 2026 04:00 PM (IST)Updated: Mon, 21 Sep 2026 04:00 PM (IST)
elevate-campuses-limiteds-2100-crore-initial-public-offering-to-open-on-september-23-2026
IPO-News-21-August-2026-1787332281735.webp

Elevate Campuses IPO: એલિવેટ કેમ્પસીસ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું(IPO) 23 સપ્ટેમ્બર 2026થી 25 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. જોકે એન્કર ઈન્વેસ્ટર માટે બિડિંગની તારીખ 22 સપ્ટેમ્બર 2026ના રોજ એક દિવસ માટે છે.

કંપનીએ શેરદીઠ રૂપિયા 343થી રૂપિયા 362 પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા 41 શેર અને ત્યારબાદ એટલા જ શેર એટલે કે 41 શેરના ગુણાંકમાં અરજી કરી શકે છે.

 એલિવેટ કેમ્પસીસ લિમિટેડ (Elevate Campuses) 15 જૂન, 2026ના રોજ વિદ્યાર્થી ક્ષમતાના આધારે ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સુવિધા ધરાવતી, સંચાલન કરતી અને મેનેજ કરતી તેમજ કે-12 એસેટ્સની માલિકી ધરાવતું સૌથી મોટું સંસ્થાકીય અને સ્વતંત્ર એજ્યુકેશન પ્લેટફોર્મ છે.

કંપનીની આઈપીઓ સંબંધિત બિડ/ઇશ્યૂ બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે. બિડ/ઇશ્યૂ શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે.

એલિવેટ કેમ્પસીસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEI)માં કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ માટેની રહેઠાણ સુવિધા તેમજ કે-12 સંપત્તિઓની માલિકી ધરાવે છે, તેને ઓપરેટ કરે છે અને મેનેજ કરે છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપનીની વર્તમાન ક્ષમતા ભારતના 15 શહેરો અને સંયુક્ત આરબ અમીરાતના એક શહેરમાં કુલ 80,255 વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી કરી શકે છે.

કંપની વિદ્યાર્થીઓના રહેઠાણ માટે Good Host Spaces અને ScholarZ બ્રાન્ડ હેઠળ કામગીરી કરે છે, જ્યારે કે-12 ઓપરેટર્સ સાથે લાંબા ગાળાના લીઝ કરાર હેઠળ કે-12 એસેટ્સ મેનેજ કરે છે. કંપની તેના શેરનોનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE) ખાતે લિસ્ટીંગ કરાવવાની યોજના ધરાવે છે.