સુરત, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ ભારતની ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (AAC) બ્લોક્સ, બ્રિક્સ અને AAC વોલ પેનલ્સની અગ્રણી મેન્યુફેક્ચરર્સ પૈકીની એક છે. કંપની વધુ સેલ્સ વોલ્યુમ, ઓપરેટિંગ પર્ફોર્મન્સમાં સુધારો અને એક્સપાન્ડિંગ માર્કેટ પ્રેઝન્સનાં આધારે મજબૂત બિઝનેસ ગ્રોથ જાળવી રહી છે. ઓક્ટોબર 2026માં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક ટર્નઓવર અને સેલ્સ વોલ્યુમ નોંધાવ્યું, જે કંપનીની ગ્રોથ જર્નીમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
30 સપ્ટેમ્બર, 2026નાં રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન, બિગબ્લોક કન્સ્ટ્રક્શને રૂ. 162.01 કરોડની રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ નોંધાવી, જે H1 FY26માં નોંધાયેલી રૂ. 123.67 કરોડની સરખામણીએ 31%નો વાર્ષિક ગ્રોથ દર્શાવે છે. આ ગ્રોથ સતત માર્કેટ ડિમાન્ડ, એક્સપાન્ડિંગ બિઝનેસ સ્કેલ અને કંપનીના AAC પ્રોડક્ટ્સને સતત મળી રહેલી સ્વીકૃતિ દર્શાવે છે.
H1 FY27માં EBITDA વાર્ષિંક 201.4% વધીને રૂ. 9.61 કરોડ થયો, જ્યારે H1 FY26માં તે રૂ. 3.19 કરોડ હતો. ઓપરેટિંગ કાર્યક્ષમતામાં સુધારો અને યોગ્ય કોસ્ટ મેનેજમેન્ટને કારણે EBITDA માર્જિન 2.58%થી વધીને
5.93% થયું. ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 8.11 કરોડની સરખામણીએ નેટ લોસ આશરે 57.2% ઘટીને રૂ. 3.47 કરોડ થયો, જે પ્રોફિટેબિલિટીમાં સુધારા તરફ નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.
હાઇલાઇટ્સ :
- ઓક્ટોબર 2026માં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક ટર્નઓવર અને સેલ્સ વોલ્યુમ નોંધાવ્યું
- H1 FY27માં રેવન્યુ 31% YoY વધીને રૂ. 162.01 કરોડ થઈ; EBITDA 201.4% વધીને રૂ. 9.61 કરોડ થયો
- H1 FY27માં નેટ લોસ ઘટીને રૂ. 3.47 કરોડ થયો, જે અગાઉ રૂ. 8.11 કરોડ
- Q2 FY27માં રેવન્યુ 23.1% YoY વધીને રૂ. 82.86 કરોડ થઈ; EBITDA 75.7% વધીને રૂ. 3.33 કરોડ થયો
- AAC વોલ પેનલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સ દ્વારા ઇન્ટિગ્રેટેડ ગ્રીન બિલ્ડિંગ સોલ્યુશન્સનો પોર્ટફોલિયો તૈયાર કરવા પર ફોકસ
- રૂફટોપ સોલારની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 3.5 MW છે; ઓટોમેશન વધારી રહ્યા છે અને પોતાના ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ્સનો ઉપયોગ શરૂ કરી રહ્યા છે
- ઇનપુટ કોસ્ટના દબાણને પહોંચી વળવા અને સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે યોગ્ય પ્રાઇસિંગ અપનાવી રહ્યા છે; H2 FY27 અંગે આશાવાદી દૃષ્ટિકોણ.
પર્ફોર્મન્સ અંગે વાત કરતાં, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ડિરેક્ટર અને CFO મોહિત સાબૂએ જણાવ્યું હતું કે, “અમારું પ્રથમ છ મહિનાનું પરફોર્મન્સ બિઝનેસનો સ્કેલ વધારવા અને ઓપરેશનલ પર્ફોર્મન્સમાં સુધારો કરવા તરફ થયેલી મજબૂત પ્રગતિ દર્શાવે છે. રેવન્યુમાં 31%નો વધારો થયો અને EBITDA 201.4% વધ્યો, જ્યારે અમારો નેટ લોસ નોંધપાત્ર રીતે ઘટ્યો. ખાસ કરીને પ્રથમ છ મહિના પછી પણ બિઝનેસમાં જોવા મળેલી ગતિ પ્રોત્સાહક છે. ઓક્ટોબર 2026માં અમે અત્યાર સુધીનું સૌથી વધુ માસિક ટર્નઓવર અને સેલ્સ વોલ્યુમ નોંધાવ્યું. આ માઇલસ્ટોન અમારી માર્કેટમાં મજબૂત હાજરી અને કાર્યક્ષમ તથા સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન મટિરિયલ્સની ડિમાન્ડ અંગેનો અમારો વિશ્વાસ વધારે છે. લાઇમ અને કોલસાના વધતા ખર્ચ, જિયોપોલિટિકલ અનિશ્ચિતતાઓ અને સપ્લાય સંબંધિત દબાણો હજુ પણ પડકારો છે, ત્યારે અમે સ્પર્ધાત્મકતા અને માર્જિન વચ્ચે સંતુલન જાળવવા માટે પ્રાઇસિંગ અંગે યોગ્ય અભિગમ અપનાવી રહ્યા છીએ. H2 FY27 અંગે અમે આશાવાદી છીએ, કારણ કે પરંપરાગત રીતે આ સમયગાળો કન્સ્ટ્રક્શન એક્ટિવિટી માટે વધુ મજબૂત રહે છે.”
30 સપ્ટેમ્બર, 2026નાં રોજ પૂરા થયેલા Q2 FY27 દરમિયાન, કંપનીએ રૂ. 82.86 કરોડની રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ નોંધાવી, જે Q2 FY26માં નોંધાયેલી રૂ. 67.32 કરોડની સરખામણીએ વાર્ષિક 23.1%ની વૃદ્ધિ દર્શાવે છે. EBITDA વાર્ષિક 75.70% વધીને રૂ. 1.90 કરોડથી રૂ. 3.33 કરોડ થયો, જ્યારે EBITDA માર્જિન 2.82%થી વધીને 4.02% થયું. નેટ લોસ રૂ. 3.15 કરોડથી ઘટીને રૂ. 2.75 કરોડ થયો, જે 12.76%નો ઘટાડો દર્શાવે છે.
Q2 FY27માં કન્સોલિડેટેડ કેપેસિટી યુટિલાઇઝેશન 69% રહ્યું. બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ લિમિટેડમાં કેપેસિટી યુટિલાઇઝેશન 88% રહ્યું, જ્યારે સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં તે 38% નોંધાયું, જે એક્સપાન્ડેડ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મની ક્ષમતા વધારવાની દિશામાં ચાલી રહેલી પ્રગતિ દર્શાવે છે.
મોહિત સાબૂએ જણાવ્યું હતું કે “અમારું ધ્યાન વધુ સેલ્સ વોલ્યુમ અને વિસ્તૃત કેપેસિટીને વધુ સારા કેપેસિટી યુટિલાઇઝેશન, ઓપરેટિંગ કાર્યક્ષમતા અને પ્રોફિટેબિલિટીમાં સુધારા રૂપે બદલવા પર છે. અમે બોઇલર ઓપરેશન્સ અને મટિરિયલ હેન્ડલિંગ સિસ્ટમ્સમાં ઓટોમેશન વધારી રહ્યા છીએ. સાથે જ, AAC વોલ પેનલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સ દ્વારા અમારા ઇન્ટિગ્રેટેડ ગ્રીન બિલ્ડિંગ સોલ્યુશન્સના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. ઇન્દોરમાં અમારા પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે મંજૂરીઓ મળી ગઈ છે, ત્યારે અમે અમારી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનો વ્યાપ વધારવા અને સમગ્ર મધ્ય ભારતમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા માટે કામ કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે ઝડપી, ઊર્જા કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ કન્સ્ટ્રક્શન તરફનો બદલાવ બિગબ્લોક માટે લાંબા ગાળે નોંધપાત્ર તકો ઊભી કરશે.”
કંપની ઓપરેશનલ ફ્લેક્સિબિલિટી વધારવા, પરંપરાગત ફ્યુઅલથી ચાલતા સાધનો પરની નિર્ભરતા ઘટાડવા અને લાંબા ગાળે ખર્ચમાં બચત કરવા માટે ભાડાના ફોર્કલિફ્ટ્સની જગ્યાએ પોતાના ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ્સનો ઉપયોગ શરૂ કરી રહી છે.
બિગબ્લોકે તેના તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં રૂફટોપ સોલાર પાવર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરી છે, જેની કુલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 3.5 MW છે. ઓટોમેશન અને ઇલેક્ટ્રિક મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટની સાથે આ પહેલ ઊર્જા કાર્યક્ષમતા, ખર્ચમાં બચત અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા પર કંપનીના ફોકસને સપોર્ટ કરે છે.
2015માં સ્થાપિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ AAC બ્લોક્સ સેગમેન્ટમાં સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપનીઓમાંની એક છે. ગુજરાત (ખેડા, ઉમરગામ, કપડવંજ) અને મહારાષ્ટ્ર (વાડા)માં આવેલા પ્લાન્ટ્સમાં કંપનીની વાર્ષિક ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 1.3 મિલિયન ક્યુબિક મીટર છે. કંપનીએ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ AAC બ્લોક્સ ફેસિલિટી માટે ખાસરા ખાતે આશરે 57,500 ચોરસ મીટર જમીન ખરીદી છે. બિગબ્લોક AAC ઇન્ડસ્ટ્રીની એવી કેટલીક કંપનીઓમાંની એક છે જે કાર્બન ક્રેડિટ્સ જનરેટ કરે છે.
