સુરત, ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (AAC) બ્લોક્સ, ઇંટો અને ALC પેનલ્સના સૌથી મોટા મેન્યુફેક્ચરર્સ પૈકીનાં એક, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે (BSE – 540061, NSE – BIGBLOC) નાણાકીય વર્ષ 27નાં પ્રથમ ત્રિમાસિક ગાળા માટે મજબૂત કામગીરી નોંધાવી છે, જે મુખ્ય માર્કેટમાં સારી માંગ, સુધારેલ ઓપરેશનલ કાર્યક્ષમતા અને તેની લોંગ-ટર્મ ગ્રોથ સ્ટ્રેટેજીનાં સતત અમલને દર્શાવે છે.
કંપની એક ઇન્ટિગ્રેટેડ ગ્રીન બિલ્ડિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે તેની સ્થિતિ મજબૂત કરે છે, જેને AAC વોલ પેનલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સ સહિત હાઇ-વેલ્યૂ પ્રોડક્ટ કેટેગરીમાં વિસ્તરણ દ્વારા સમર્થન આપવામાં આવે છે, સાથે સાથે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે અને સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
નાણાકીય વર્ષ 27નાં પહેલા ક્વાર્ટરમાં EBITDA વાર્ષિક ધોરણે 386% વધીને રૂ.6.28 કરોડ (EBITDA માર્જિન 7.93%) રહ્યો, જે સ્થિર ઓપરેશનલ પર્ફોર્મન્સ અને શિસ્તબદ્ધ કોસ્ટ મેનેજમેન્ટને દર્શાવે છે.
સુધારેલા અમલીકરણ અને અસરકારક કોસ્ટ મેનેજમેન્ટને કારણે નાણાકીય વર્ષ 27નાં પહેલા ક્વાર્ટરમાં ચોખ્ખી ખોટ નાણાકીય વર્ષ 26નાં પહેલા ક્વાર્ટરમાં રૂ.4.96 કરોડથી ઘટીને રૂ.71.95 લાખ થઈ.
ઉમરગામ પ્લાન્ટ ખાતે કન્સ્ટ્રક્શન કેમિકલ્સનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થયું, જેમાં બ્લોક જોઈન્ટિંગ મોર્ટાર, રેડી મિક્સ પ્લાસ્ટર અને ટાઇલ એડહેસિવનો સમાવેશ થાય છે.
લેબર શોર્ટેજ છતાં, નાણાકીય વર્ષ 27નાં પહેલા ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ કેપેસિટી યુટિલાઇઝેશન 69% થયું, જે નાણાકીય વર્ષ 26નાં પહેલા ક્વાર્ટરમાં 53% હતું.
ગ્રુપમાં કુલ રૂફટોપ સોલાર કેપેસિટી વધીને 3.34 મેગાવોટ થઈ, જેનાથી કંપનીની સસ્ટેનેબિલિટી પહેલને વધુ મજબૂત બનાવવામાં આવી અને પરંપરાગત ઊર્જા પરની નિર્ભરતા ઓછી થઈ.
કંપનીએ તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોર નજીક આશરે 56,950 ચોરસ મીટર જમીન હસ્તગત કરી છે, જ્યાં ભારતનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ AAC બ્લોક્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું બાંધકામ ચોમાસા પછી શરૂ થવાની અપેક્ષા છે, જે મધ્ય ભારતમાં કંપનીની હાજરીને વધુ મજબૂત બનાવશે.
ગ્રુપને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) તરફથી બુલેટ ટ્રેન સ્ટેશન બાંધકામ પ્રોજેક્ટ માટેનો ઓર્ડર પણ મળ્યો છે, જે લાર્જ-સ્કેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તેની મજબૂત હાજરીને વધુ સ્થાપિત કરે છે.
નાણાકીય વર્ષ 27નાં પહેલા ત્રિમાસિક ગાળામાં કામગીરીમાંથી આવક ગત વર્ષે રૂ.56.35 કરોડની તુલનામાં વાર્ષિક ધોરણે 40.5% વધીને રૂ.79.14 કરોડ નોંધાઇ છે. કંપનીએ નાણાકીય વર્ષ 27નાં પહેલા ત્રિમાસિક ગાળામાં પ્રોફિટેબિલિટીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી, ચોખ્ખી ખોટ રૂ.71.95 લાખ નોંધાઇ, જે નાણાકીય વર્ષ 26નાં પહેલા ક્વાર્ટરમાં રૂ.4.96 કરોડ હતી. આ શિસ્તબદ્ધ અમલીકરણ, કાર્યક્ષમ કોસ્ટ મેનેજમેન્ટ અને નફાકારકતામાં સુધારો કરવા પર કંપનીનાં સતત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.
નાણાકીય વર્ષ 27નાં પહેલા ત્રિમાસિક ગાળા માટે EBITDA રૂ.6.28 કરોડ (EBITDA માર્જિન 7.93%) રહ્યો, જે વાર્ષિક 386%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ અપડેટેડ પ્રોડક્શન કાર્યક્ષમતા, કોસ્ટ કંટ્રોલ અને વેલ્યૂ-એડેડ પ્રોડક્ટ્સનાં વધતી માંગ દ્વારા હેલ્ધી ઓપરેટિંગ માર્જિન જાળવી રાખ્યું છે. નાણાકીય વર્ષ 27નાં પહેલા ક્વાર્ટરમાં EBITDA માર્જિન બમણાથી વધુ વધીને 7.93% થયું છે જે ગત વર્ષે 2.29% હતું. નાણાકીય વર્ષ 26નાં ચોથા ક્વાર્ટરમાં EBITDA 7.31% હતું.
ત્રિમાસિક ગાળા દરમિયાન કન્સોલિડેટેડ કેપેસિટી યુટીલાઇઝેશન 69% રહ્યું. બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ માટે કેપેસિટી યુટીલાઇઝેશન 84% હતું, જ્યારે SIAM સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે 38% યુટીલાઇઝેશન નોંધાવ્યું, જે પ્રોડક્ટ સેગમેન્ટમાં માંગમાં સતત સુધારો દર્શાવે છે.
કંપનીના ડિરેક્ટર અને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) મોહિત સાબૂએ જણાવ્યું કે, “અમે નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆત મજબૂત પાયા સાથે કરી છે. આ ત્રિમાસિકના પરિણામો અમારી મજબૂત નાણાકીય કામગીરીની સાથે સાથે એક ઇન્ટિગ્રેટેડ ગ્રીન બિલ્ડિંગ સોલ્યુશન્સ કંપની બનવાની દિશામાં અમારા સ્ટ્રેટેજીક ટ્રાન્સફોર્મેશનને પણ પ્રતિબિંબિત કરે છે. સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન મટિરિયલ્સની વધતી માંગ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને શિસ્તબદ્ધ અમલીકરણને કારણે અમારૂ ડાયવર્સિફાઇડ બિઝનેસ મોડલ વધુ મજબૂત બન્યું છે.
અમે અમારા મુખ્ય AAC બ્લોક્સના બિઝનેસ ઉપરાંત AAC વોલ પેનલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સ જેવા વૃદ્ધિની તકો ધરાવતા ક્ષેત્રોમાં સતત વિસ્તરણ કરી રહ્યા છીએ. ઈન્દોર ખાતે અમને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે જરૂરી તમામ મંજૂરીઓ પ્રાપ્ત થઈ ગઈ છે, જેનાથી અમારી ઉત્પાદન ક્ષમતામાં વધુ વધારો થશે અને મધ્ય ભારતના ઉભરતા બજારોમાં અમારી પહોંચ વધુ મજબૂત બનશે.
કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ ઇન્ડસ્ટ્રીમાં ભવિષ્યમાં ઘણી તકો જોવા મળી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એફોર્ડેબલ હાઉસિંગ, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, વેરહાઉસિંગ, કોમર્શિયલ રિયલ એસ્ટેટ અને લાર્જ-સ્કેલ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા રોકાણને કારણે ઝડપી, પર્યાવરણ માટે સુરક્ષિત અને વધુ કાર્યક્ષમ બાંધકામ તકનીકોની માંગ સતત વધી રહી છે. સાથે જ, ટકાઉ બાંધકામ પ્રત્યે વધતી જાગૃતિ, AAC પ્રોડક્ટ્સ અને આધુનિક પ્રિફેબ્રિકેટેડ બિલ્ડિંગ સોલ્યુશન્સનાં ઝડપી સ્વીકારને પ્રોત્સાહન આપી રહી છે.
આગળ અમારુ ફોકસ કેપેસિટી યુટિલાઇઝેશન વધારવું, વેલ્યુ-એડેડ પ્રોડક્ટ્સનાં પોર્ટફોલિયોનું વિસ્તરણ, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત બનાવવું, ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવો અને શેરહોલ્ડર્સ માટે લોંગ-ટર્મ વેલ્યૂ ક્રિએશન પર કેન્દ્રિત છે. અમારા ઇન્ટિગ્રેટેડ પ્રોડક્ટ પોર્ટફોલિયો, સ્ટ્રેટેજીક ઇન્વેસ્ટમેન્ટ અને મજબૂત બેલેન્સ શીટ સાથે અમને વિશ્વાસ છે કે બિગબ્લોક ભારતનાં ઝડપથી વિકસતા કન્ટ્રક્શન સેક્ટરમાં ઉભરી રહેલી નોંધપાત્ર તકોનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે.”
