ARMEE Infotech IPO: ઇન્ટિગ્રેટેડ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યૂએબલ એનર્જી કંપની ArMee ઇન્ફોટેક લિમિટેડએ જાહેરાત કરી હતી કે, એનો IPO (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) સબસ્ક્રિપ્શન માટે 23 સપ્ટેમ્બર, 2026ને બુધવારે ખુલશે. એન્કર રોકાણકાર બિડિંગની તારીખ 22 સપ્ટેમ્બર, 2026ને મંગળવાર છે અને બિડ/ઇશ્યૂ 25 સપ્ટેમ્બર, 2026ને શુક્રવારે બંધ થશે. કંપનીનો આશય ઓફરમાંથી અપર પ્રાઇસ બેન્ડ પર ₹30,000 લાખનું ફંડ ઊભું કરવાનો છે તથા કંપનીનો ઉદ્દેશ BSE અને NSE પ્લેટફોર્મ પર શેરનું લિસ્ટિંગ કરવાનો છે.
ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂપિયા 350/-થી રૂપિયા 375/- નક્કી થઈ છે તથા બિડ લઘુતમ 40 ઇક્વિટી શેર માટે તથા પછી 40 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. આ દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹10 છે. ખંડવાલા સીક્યોરિટીઝ લિમિટેડ અને સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે તથા કેમીયો કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ ઇશ્યૂના રજીસ્ટ્રાર છે.
IPOમાં બુક-બિલ્ડિંગ રુટ મારફતે રૂપિયા 30,000/- લાખ સુધીના ઇક્વિટી શેરનો ઇશ્યૂ સામેલ છે, જેમાં દરેક ઇક્વિટી શેરનું ફેસ વેલ્યુ ₹10 છે. ઇશ્યૂનો મહત્તમ 25 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ થશે. QIB હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો એન્કર રોકાણકારો માટે રિઝર્વ છે, ઇશ્યૂનો લઘુતમ 22.50 ટકા હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારોને ફાળવવા માટે ઉપલબ્ધ કર્યો છે તથા ઇશ્યૂનો લઘુતમ 52.50 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ માટે ઉપલબ્ધ થયો છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ મુજબ, ArMee ઇન્ફોટેક લિમિટેડ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ₹15,500 લાખના ફંડનો ઉપયોગ વ્યવસાયના વિસ્તરણ માટે PBGs મેળવવા, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા ₹6,000 લાખ, કંપનીની બાકી નીકળતી ચોક્કસ લોનની આગોતરી ચુકવણી કે પુનઃ ચુકવણી માટે ₹650 લાખનો ઉપયોગ કરવાનો તેમજ બાકીના ફંડનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી અને ઇશ્યૂ ખર્ચ માટે કરવાનો ઇરાદો ધરાવે છે.
