એ-વન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડનો IPO 24 સપ્ટેમ્બર 2026ના રોજ ખૂલશે,પ્રાઇઝ બેન્ડ રૂપિયા 385-રૂપિયા 405 નક્કી થઈ

બેંગ્લોર સ્થિત ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક એ-વન સ્ટીલ્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) સબસ્ક્રિપ્શન માટે ગુરૂવાર, 24 સપ્ટેમ્બર, 2026ના રોજ ખૂલશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 23 Sep 2026 05:29 PM (IST)Updated: Wed, 23 Sep 2026 05:29 PM (IST)
aone-steel-india-limiteds-ipo-will-open-on-september-24-2026-the-price-band-is-385405
IPO-News-21-August-2026-1787332281735.webp

A-One Steel India IPO:અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2026:બેંગ્લોર સ્થિત ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક એ-વન સ્ટીલ્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) સબસ્ક્રિપ્શન માટે ગુરૂવાર, 24 સપ્ટેમ્બર, 2026ના રોજ ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026 છે તેમજ બીડ/ઓફર સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થશે. કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂથી રૂ. 35,500 લાખ એકત્રિત કરશે તથા બીએસઇ અને એનએસઇ પ્લેટફોર્મ્સ ઉપર લિસ્ટ થશે.

ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂપિયા 385-405 નિર્ધારિત કરાયો છે અને પ્રતિ શેર રૂપિયા 10ની મૂળ કિંમતના ઇક્વિટી શેર્સના લઘુત્તમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 37ના ગુણાંકમાં બીડ કરી શકાશે. પીએલ કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ખંભાતા સિક્યુરિટીઝ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) તેમજ બીગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.

આઇપીઓમાં કંપની દ્વારા પ્રતિ શેર રૂપિયા 10ની મૂળ કિંમતના રૂપિયા 35,500 લાખ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તેમજ કંપનીના પ્રમોટર્સ સંદીપ કુમાર, સુનિલ જાલાન અને ક્રિષ્ન કુમાર જાલાન દ્વારા બુક-બિલ્ડિંગ રૂટથી પ્રતિ શેર રૂપિયા 10ની મૂળ કિંમતના રૂપિયા 5,000 લાખ સુધીના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. હાયર પ્રાઇઝ બેન્ડ ઉપર (કેપ પ્રાઇઝ), (1) ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી)ને 49,75,308 ઇક્વિટી શેર્સથી વધુ ફાળવાયા નથી.

જેમાંથી બીઆરએલએમના પરામર્શથી પ્રતિ શેર રૂપિયા 10ની મૂળ કિંમતના 29,85,185 ઇક્વિટી શેર્સ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાયા છે, (2) રૂ.10ની મૂળ કિંમતના 14,92,593થી ઓછા ઇક્વિટી શેર્સ નોન ઇન્સ્ટિયૂશનલ બિડર્સ (એનઆઇબી) માટે ફાળવવામાં આવ્યા હતા અને (3) રૂપિયા 10ની મૂળ કિંમતના 34,82,716થી ઓછા ઇક્વિટી શેર્સ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (આરઆઇબી)ને ફાળવવામાં આવ્યા હતા. ઓફરમાં પાત્ર કર્મચારીઓ (એમ્પલોઇ રિઝર્વેશન) દ્વારા ખરીદી માટે રૂ. 10ની મૂળ કિંમતના 49,382 ઇક્વિટી શેર્સ સુધીનું રિઝર્વેશન શામેલ છે. કર્મચારી રિઝર્વેશન કેટેગરી હેઠળ બોલી લગાવતા પાત્ર કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 38નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.