AceVector Limited IPO:એસવેક્ટર લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 25 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલવા જઈ રહ્યું છે અને 29 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. કંપનીએ પ્રત્યેક રૂપિયા 1 ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેર માટે પ્રાઈસ બેન્ડ રૂપિયા 30થી રૂપિયા 32 નક્કી કરી છે.
એન્કર ઈન્વેસ્ટર માટે આ ભરણું 24 સપ્ટેમ્બર એક દિવસ માટે ખુલ્લુ હતું. રોકાણકારો ઓછામાં ઓછા 468 ઈક્વિટી શેર અને ત્યારબાદ 468 શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.
ઓફરમાં એકંદરે રૂપિયા 2,870.00 મિલિયન સુધીના કંપની દ્વારા ઇક્વિટી શેરની સંખ્યાના ફ્રેશ ઇસ્યુ અને કંપનીના કેટલાક પ્રવર્તમાન શેરધારકો દ્વારા રૂપિયા 41,562,500 સુધીના ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
કંપની ફ્રેશ ઇસ્યુમાંથી પ્રાપ્ત થયેલી ચોખ્ખી રકમનો ઉપયોગ કંપનીના માર્કેટપ્લેસ બિઝનેસના માર્કેટિંગ અને બિઝનેસ પ્રમોશન ખર્ચના હિસ્સાને ભંડોળ પુરું પાડવા,કંપનીના માર્કેટપ્લેસ બિઝનેસના ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને ભંડોળ પુરું પાડવા અને અધિગ્રહણ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ મારફતે ઇનઓર્ગેનિક ગ્રોથને ભંડોળ પુરું પાડવા થશે.
ઇક્વિટી શેર BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ ઉપર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે. IIFL કેપિટલ સર્વિસિઝ લિમિટેડ, CLSA ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સિસ્ટેમેટિક્સ કોર્પોરેટ સર્વિસિઝ લિમિટેડ (BRLM) ઓફરના બૂક રનિંગ લીડ મેનેજર છે.
