Stock Market Holiday This Week: શેરબજારમાં રોકાણ કરનાર માટે મહત્વની માહિતી છે. વર્ષ 2025ની અંતિમ ટ્રેડિંગ જાહેર રજા ગુરુવારે 25 ડિસેમ્બરના રોજ છે. આ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પૂરા દિવસ બંધ રહેશે. આ રજા ક્રિસમસના પ્રસંગે જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત નિયમિત સપ્તાહે રજાને લીધે શનિવારે 27 ડિસેમ્બર અને રવિવાર 28 ડિસેમ્બરના રોજ શેરબજારમાં કોઈ જ કારોબાર નહીં થાય. આ રીતે આ સપ્તાહ બજાર સતત ત્રીજા સપ્તાહ સતત ત્રણ દિવસ બંધ રહેશે.
કયા સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે નહીં?
25 ડિસેમ્બરે જાહેર રજા હોવાથી શેરબજારના તમામ મુખ્ય સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ રહેશે. તેમા ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ અને કરન્સી માર્કેટનો સમાવેશ થાય છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પણ ક્રિસમસના સમગ્ર દિવસ દરમિયાન બંધ રહેશે, એટલે કે કોમોડિટી માર્કેટમાં કોઈ વ્યવહારો થશે નહીં.
NSE હોલિડે લિસ્ટ 2026 જાહેર
આ દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ વર્ષ 2026 માટે તેની ટ્રેડિંગ હોલિડે લિસ્ટ પણ જાહેર કરી છે. NSE હોલિડે કેલેન્ડર 2026 મુજબ આવતા વર્ષે શેરબજાર કુલ 15 દિવસ બંધ રહેશે.
- પહેલી રજા: 26 જાન્યુઆરી, 2026 (પ્રજાસત્તાક દિવસ)
- છેલ્લી રજા: 25 ડિસેમ્બર, 2026 (નાતાલ)
આ જાહેર કરાયેલી રજા ઉપરાંત શેરબજાર બધા શનિવાર અને રવિવારે હંમેશની જેમ બંધ રહેશે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ અસુવિધા ટાળવા માટે તેમના ટ્રેડિંગ અને રોકાણોનું આયોજન કરતી વખતે આ રજાઓને ધ્યાનમાં લે.
