Stock Market Today:ભારતીય શેરબજારમાં નિફટી (Nifty)એ 182 પોઇન્ટના ઉછાળા સાથે નવું શિખર બનાવ્યું છે. પાવર, બેન્કિંગ અને મેટલ શેરોમાં ચોતરફથી જંગી ખરીદી વચ્ચે BSE Sensex 573 પોઈન્ટ્સનો ઉછાળો નોંધાવ્યો હતો.
વિશ્વ બજારમાંથી મળેલા તેજીના સંકેતો વચ્ચે ઘરઆંગણે સ્થાનિક ફંડોની મોટી ખરીદી નિકળતા ભારતીય શેરબજારમાં તેજીને વેગ મળ્યો હતો.
BSE સેન્સેક્સ 573.41 પોઇન્ટ અથવા 0.67 ટકા ઉછળી 85,762.01 રહ્યો હતો. નિફ્ટી પણ 182 પોઇન્ટ એટલે કે 0.70 ટકા વધી 26,328.55 પર બંધ રહી હતી. ઈન્ટ્રા-ડેમાં તે 26,340ની સપાટીને સ્પર્શી ગઈ હતી.

આ સાથે RILના શેરનો ભાવ રૂપિયા 17.40 અથવા 1.10 ટકા વધી રૂપિયા 1,593 રહ્યો હતો. HDFC Bankના શેરનો ભાવ ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 1003.20 સાથે રૂપિયા 9.10 અથવા 0.92 ટકા વધી રૂપિયા 1,000.25 રહ્યો હતો.
સેન્સેક્સ પેકમાં NTPC, ટ્રેન્ટ, બજાજ ફાયનાન્સ,પાવર ગ્રિડ, મારુતિ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), ICICI બેન્ક, RIL, HDFC Bankના શેરોમાં તેજી જોવા મળતી હતી.
