Stock Market Crash: ટ્રમ્પ ટેરિફથી વિશ્વભરમાં ચિંતાનું મોજું; શેરબજારમાં મંદીના ફફડાટ વચ્ચે 1000 પોઇન્ટનો કડાકો,રોકાણકારોની રૂપિયા 9.86 લાખ કરોડની સંપત્તિનો સફાયો

માર્કેટ બ્રેડ્સ અત્યંત મંદીમય રહ્યું હતું. BSE ખાતે 3,503 કંપનીના શેરોમાં મંદી, 780 કંપનીના શેરોમાં તેજી જ્યારે 119 કંપનીના શેરમાં ભાવ સ્થિર રહ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 20 Jan 2026 06:13 PM (IST)Updated: Tue, 20 Jan 2026 06:41 PM (IST)
sensex-sinks-over-1000-pts-on-geopolitical-worries-slips-below-83k-investors-wealth-erodes-by-rs-9-86-lakh-cr

Stock Market Crash: ભૂરાજકિય ચિંતાની સ્થિતિ વધુ ગંભીર બનતા વૈશ્વિક બજારોમાંથી મળેલા મંદીના સંકેત વચ્ચે ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ આશરે 1000 પોઇન્ટના ઘટાડા સાથે મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની ગણાતી 83,000ની સપાટીને ગુમાવી દીધી છે.

US ડોલરની સામે રૂપિયા સતત નબળો પડતા, વિદેશી ફંડોની અવિરત વેચવાલીને લીધે ભારતીય શેરબજારમાં ચોતરફથી જંગી દબાણ જોવા મળતું હતું.સેન્સેક્સ છલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટીથી આશરે 4000 પોઇન્ટ ગગડી ગયો છે, જ્યારે નિફ્ટી છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી 26,373.20થી 1,140 પોઇન્ટ ગગડી ગઈ છે.

naidunia_image

માર્કેટ કેપિટલાઈઝનમાં ધોવાણ-market capitalization

આજની મંદીને લીધે BSE-ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 9,86,093.96 કરોડ ઘટી રૂપિયા 4,55,82,683.29 કરોડ થઈ ગયું છે.

BSE Sensex ઈન્ટ્રા-ડેમાં એક સમયે 1,235.6 પોઇન્ટ એટલે કે 1.48 ટકા ગગડી 82,010.58 બોલાયો હતો. જોકે બજાર કામકાજને અંતે સેન્સેક્સ 1,065.71 પોઇન્ટ અથવા 1.28 ટકા ગગડી 82,180.47 પર બંધ રહ્યો હતો.

માર્કેટ બ્રેડ્સ અત્યંત મંદીમય રહ્યું હતું. BSE ખાતે 3,503 કંપનીના શેરોમાં મંદી, 780 કંપનીના શેરોમાં તેજી જ્યારે 119 કંપનીના શેરમાં ભાવ સ્થિર રહ્યા હતા. NSE નિફ્ટી પણ 353 પોઇન્ટ એટલે કે 1.38 ટકા ગગડી 25,232.50 પર બંધ રહ્યો હતો.

BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 2.74 ટકા અને મિડકેપ ઈન્ડેક્સ 2.52 ટકા ગગડ્યા હતા. આ ઉપરાંત રિયલ્ટી ઈન્ડેક્સ 5.21 ટકા, કેપિટલ ગુડ્સ 2.76 ટકા, કન્ઝ્યુમર ઈન્ડેક્સ 2.73 ટકા, ટેલિકોમ્યુનિકેશન 2.42 ટકા, ઓટો ઈન્ડેક્સ 2.36 ટકા અને પાવર ઈન્ડેક્સ 2.23 ટકા ગગડ્યા હતા.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના કેટલાક દેશોને નવેસરથી ટેરિફ લાદવાની ધમકી આપતા વૈશ્વિક વ્યાપારમાં નવેસરથી ચિંતા સર્જાઈ છે.

વિશ્વભરના શેરબજારોમાં મંદી- Stock markets around the world slump
વૈશ્વિકસ્તરે સાઉથ કોરિયાનો કોસ્પિ ઈન્ડેક્સ, જાપાનનો નિક્કી, શાંઘાઈનો SSE કોમ્પોઝીટ ઈન્ડેક્સ અને હોંગકોંગને હેંગસેંગમાં નોંઘપાત્ર ઘટાડો થયો હતો. યુરોપના શેરબજારોમાં આશરે એક ટકાનો ઘટાડો થયો હતો. વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા ગત સોમવારે રૂપિયા 3,262.82 કરોડની જંગી વેચવાલી કરવામાં આવી હતી.