શેરબજારમાં હાહાકાર; ટોચની 8 કંપનીના રૂપિયા 1.55 લાખ કરોડ ડૂબ્યાં, HDFC બેન્કને થયું ભારે નુકસાન

Indian Stock Market:વીતેલા સપ્તાહ દરમિયાન શેરબજારમાં રોકાણકારો માટે અનેક મોરચેથી માઠા સમાચાર સામે આવ્યા. સ્થાનિક તેમ જ વૈશ્વિક સંકેતો વચ્ચે BSE સેન્સેક્સ 1,605.44 પોઇન્ટ એટલે કે 2.15 ટકા અને NSE નિફ્ટી 546.15 પોઇન્ટ અથવા તો 2.36 ટકા તૂટ્યાં હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 25 Oct 2026 03:49 PM (IST)Updated: Sun, 25 Oct 2026 03:49 PM (IST)
uproar-in-the-stock-market-top-8-companies-lose-rs-155-lakh-crore-hdfc-bank-suffers-heavy-losses
Stock Market Outlook For new Week

Indian Stock Market:વીતેલા સપ્તાહ દરમિયાન શેરબજારમાં રોકાણકારો માટે અનેક મોરચેથી માઠા સમાચાર સામે આવ્યા. સ્થાનિક તેમ જ વૈશ્વિક સંકેતો વચ્ચે BSE સેન્સેક્સ 1,605.44 પોઇન્ટ એટલે કે 2.15 ટકા અને NSE નિફ્ટી 546.15 પોઇન્ટ અથવા તો 2.36 ટકા તૂટ્યાં હતા.

શેરબજારમાં આ ઘટાડાની અસર મોટી કંપનીઓના કૂલ બજાર મૂલ્ય પર જોવા મળી છે. 16 ઓક્ટોબરના રોજ BSE ખાતે લિસ્ટેડ કંપનીઓનું કૂલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 4,72,62,167.42 કરોડ હતું, જે ચાર સેશન બાદ ઘટીને રૂપિયા 4,51,83,393.14 કરોડ થઈ ગયું. ચાર સેશનમાં જ રૂપિયા 20,78,774.28 કરોડનું ધોવાણ થયું હતું.

HDFC બેંક અને બજાજ ફાઇનાન્સને સૌથી વધુ નુકસાન થયું

દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8 કંપનીઓના માર્કેટ કેપમાં ગયા અઠવાડિયે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. તેમના સંયુક્ત મૂલ્યમાં રૂપિયા 155,671.9 કરોડનો ઘટાડો થયો. HDFC બેંક અને બજાજ ફાઇનાન્સને સૌથી વધુ નુકસાન થયું.

HDFC બેંકનું માર્કેટ કેપ રૂપિયા 55,506.95 કરોડ ઘટીને રૂપિયા 10,67,121.12 કરોડ થયું. ગયા અઠવાડિયે શેર લગભગ 5% ઘટ્યો હતો. બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ રૂપિયા 34,180.51 કરોડ ઘટીને રૂપિયા 5,77,146.21 કરોડ થયું.


વધુમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂપિયા 27,065.08 કરોડ ઘટીને રૂપિયા 16,10,372.11 કરોડ થયું. LICનું માર્કેટ કેપ પણ રૂપિયા 21,062.24 કરોડ ઘટીને રૂપિયા 4,81,142.58 કરોડ થયું.

ભારતી એરટેલનું માર્કેટ કેપ 9,360.75 કરોડ રૂપિયા ઘટીને 11,79,454.70 કરોડ રૂપિયા થયું. આ દરમિયાન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ 4,338.46 કરોડ રૂપિયા ઘટીને 8,83,384.38 કરોડ રૂપિયા થયું.

ઇન્ફોસિસનું માર્કેટ કેપ ₹2,881.38 કરોડ ઘટીને ₹4,68,528.03 કરોડ થયું. ICICI બેંકનું માર્કેટ કેપ પણ ₹1,276.53 કરોડ ઘટીને ₹10,01,594.91 કરોડ થયું.

જોકે, બજારમાં ઘટાડા વચ્ચે, બે મોટી કંપનીઓના માર્કેટ કેપમાં પણ વધારો થયો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નું માર્કેટ કેપ ₹23,517.56 કરોડ વધીને ₹9,14,652.52 કરોડ થયું. લાર્સન એન્ડ ટુબ્રો (L&T)નું માર્કેટ કેપ ₹1,788.66 કરોડ વધીને ₹5,01,513.72 કરોડ થયું.