Business
Auto Expo 2023: હવે એક્સિડન્ટની ચિંતામાંથી મુક્તિ મળશે, Auto Expoમાં શોકેસ કરાયું સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટર
ઓટો ડેસ્ક, Auto Expo 2023: આ વખતે ઓટો એક્સપો (Auto Expo 2023)માં ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ તેમના અપકમિંગ અને હાઇટેક વ્હીકલ શોકેસ કરશે. આ દરમિયાન મુંબઈ (Mumbai)ની બેસ્ડ સ્ટાર્ટઅપ મોબિલિટી દુનિયાનું સૌથી પહેલું સેલ્ફ બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર શોકેસ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. લાઇગર મોબિલિટીએ જાહેરાત કરી છે કે, તે આ ઓટો એક્સ્પોમાં તેના નવાં સેલ્ફ બેલેન્સિંગ ઇલેક્ટ્રિક સ્કૂટરને શોકેસ કરશે. મહત્ત્વનું છે કે, ઓટો એક્સ્પોનું આયોજન આ વખતે 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન નોઇડામાં કરવામાં આવશે. જોકે, મીડિયા માટે 11 જાન્યુઆરી અને 12 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.
લાઇગર મોબિલિટી ઇલેક્ટ્રિક સ્કૂટરની વાત કરીએ તો સ્ટારટઅપ કંપનીનો દાવો છે કે, તેમાં ઓટો બેલેન્સિંગ ટેક્નિકનો ઉપયોગ કરાયો છે. જે લાઇગર મોબિલિટીએ ઇનહાઉસ ડેવલપ કરી છે. આ ટેકનિક પર કંપની ઘણાં સમયથી કામ કરી રહ્યું હતું. અને આ પહેલાં મહિન્દ્રા ડ્યૂરો સ્કૂર પર તેનું ટેસ્ટિંગ કરાયું હતું. જોકે, અત્યારે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટેક્નિકલ ડિટેલ કંપનીએ શેર કરી નથી. જોકે, એક ફોટો કંપનીએ શેર કર્યો છે. જેને જોઈને કહી શકાય છે કે, તેને નિયો રેટ્રો સ્ટાઇલ સાથે LED હેડલાઇટ્સથી સજ્જ કરાશે આ સ્કૂટરમાં કોઈ સ્ટેન્ડ આપવામાં આવશે નહીં અને આ સ્કૂટર જાતે બેલેન્સ કરીને ઊભું રહેશે.
મુંબઈ બેસ્ડ Liger Mobility મોબિલિટીની સ્થાપના બે IIT ગ્રેજ્યુએટ્સે ખરી છે. આ સ્ટાર્ટઅપમાં સેલ્ફ બેલેન્સિંગ ટેક્નિક પર ઘણાં સમયથી કામ ચાલી રહ્યું છે. આ ટેક્નિકનો મુખ્ય ઉદ્દેશ રોડ પર થતાં અકસ્માત રોકવાનો છે. જોકે, એવું જોવા મળે છે કે, સ્કૂટર ચલાવતી વખતે બેલેન્સ ના રહે ત્યારે અકસ્માત થઈ જાય છે. પણ આ સ્કૂટરમાં એવું થશે નહીં. તેની સૌથી મોટી ખાસ વાત છે કે, સ્કૂટરે સામાન્ય ધક્કો વાગશે તો પણ સ્કૂટર પડશે નહીં.