SBI UPI Service Down: આવતીકાલે 45 મિનિટ સુધી UPI સર્વિસ ઠપ્પ રહેશે, પેમેન્ટ કરતાં પહેલા સમય ચેક કરી લો

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની UPI સેવા આવતીકાલે 19 નવેમ્બરે બપોરે 1:15 થી 2:00 વાગ્યા સુધી 45 મિનિટ માટે સિસ્ટમ મેઈન્ટેનેન્સને કારણે બંધ રહેશે. ગ્રાહકો આ સમયગાળા દરમિયાન નાના ટ્રાન્જેક્શન માટે UPI Liteનો ઉપયોગ કરી શકશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 18 Nov 2026 06:53 PM (IST)Updated: Wed, 18 Nov 2026 06:53 PM (IST)
sbi-upi-service-down-on-november-19-for-45-minutes-check-timings-before-making-payments
AI Image

SBI UPI Service Down: જો તમારું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)માં ખાતું છે અને ડિજિટલ પેમેન્ટ માટે તમે UPIનો ઉપયોગ કરતા હોવ, તો આવતીકાલે તમને તકલીફ પડી શકે છે. હકીકતમાં આવતીકાલે SBIનું સર્વર ડાઉન રહેવાનું છે, જેના પરિણામે 45 મિનિટ સુધી UPI થકી પૈસાની લેવડ-દેવડ નહીં થઈ શકે.

સિસ્ટમ મેઈન્ટેનેન્સના કારણે સર્વર ડાઉન રહેશે | SBI UPI Service Down

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને આ બાબતની જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, આવતીકાલે 19 નવેમ્બરના રોજ બપોરે 1:15 થી 2:00 વાગ્યા સુધી એટલે કે 45 મિનિટ સુધી બેંકનું સર્વર ડાઉન રહેશે. આ 45 મિનિટ દરમિયાન સિસ્ટમ મેઈન્ટેનેન્સનું કામ કરવામાં આવશે. જેના પરિણામે ખાતા ધારકો આ 45 મિનિટ સુધી બેંકની UPI સેવાનો ઉપયોગ નહીં કરી શકે.

Junagadh: ગિરનાર લીલી પરિક્રમાના પગલે 9 દિવસ સફારી સંપૂર્ણ બંધ, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વન્યજીવોની શાંતિ માટે વન વિભાગનો નિર્ણય

ખાતા ધારકો UPI Liteનો ઉપયોગ કરી શકશે

આ સાથે જ બેંકે 45 મિનિટ દરમિયાન UPI Liteનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. જે નાના ટ્રાન્જેક્શન માટે શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકો પોતાના બેંક ખાતાથી UPI લાઈટ વૉલેટમાં પૈસા ઉમેરી શકે છે.

 

જણાવી દઈએ કે, UPI લાઈટના વૉલેટમાં વધુમાં વધુ 5 હજાર રૂપિયા જેટલું જ બેલેન્સ રાખી શકાય છે. જે બાદ ખાતા ધારકો દરેક પેમેન્ટ વખતે UPI PIN નાંખ્યા વિના પૈસાની ચૂકવણી કરી શકે છે. સ્ટેટ બેંકની યુપીઆઈ સર્વિસ માત્ર 45 મિનિટ સુધી જ ઠપ્પ રહેવાની છે, જે બાદ તમે કોઈ પણ UPIથી પેમેન્ટ કરી શકો છો.