Satvik Solar: વર્ષ 2016માં સ્થપાયેલી સાત્વિક સોલર ભારતના અગ્રણી સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક તરીકે ઝડપથી ઊભરી રહી છે. હરિયાણાના અંબાલામાં અત્યાધુનિક એકમ અને 1,400થી વધુ કર્મચારીઓ સાથે કંપની ફુલ્લી ઇન્ટિગ્રેટેડ સોલર પાવરહાઉસ તરીકે ઊભરી આવી છે જે સમગ્ર ભારત અને વૈશ્વિક બજારો બંને માટે એડવાન્સ્ડ સોલર પીવી મોડ્યુલ પ્રોડક્શન અને વ્યાપક સોલર ઇપીસી સર્વિસીઝ પૂરી પાડે છે.
સાત્વિક સોલાર અત્યારે ઓપરેશનલ ક્ષમતા વર્ષે 1.8 ગિગાવોટ ધરાવે છે, જ્યારે નવેમ્બર,2024 સુધીમાં વધારાની 2 ગિગાવોટની ક્ષમતા સાથે કાર્યરત બનશે. નાણાંકીય વર્ષ 2024-25 સુધીમાં કુલ મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ક્ષમ 3 પ્રોડક્શન પ્લાન્ટ્સ સાથે અંબાલામાં વાર્ષિક 3.8 ગિગાવોટ ધરાવે છે.
ઉચ્ચ અસરકારકતા ધરાવતા સોલર પીવી મોડ્યુલ્સનો વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો ધરાવે છે.આરઈઆઈ એક્સપો 2024 ખાતે નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગમાં N-TOPCon G12R મોડ્યુલ સાથે 625 Wp સુધીનું પાવર આઉટપુટ, 16 મલ્ટી બસ બાર ટેકનોલોજી સાથે 132 સેલ્સ તથા ઉચ્ચ ઊર્જા રૂપાંતરણ કાર્યક્ષમતા માટે N-type TOPCon ટેક્નોલોજીનો ઉપયોગનો સમાવેશ થાય છે.
સાત્વિક સોલરે ઇન્ટિગ્રેટેડ સેલ, સોલર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે સ્થળ તરીકે ઓડિશાની પસંદગી કરેલી છે. આ સાથે પ્રારંભિક સેલ ઉત્પાદન ક્ષમતા વર્ષે 2.5 ગિગાવોટ ધરાવે છે. આ ઉપરાંત ભવિષ્યમાં વિસ્તરણ માટેની યોજના હાલ પાઇપલાઇન હેઠળ છે.
