Sahara Refund Status Check:લાંબા સમયની લડાઈ બાદ છેવટે સહારામાં રોકાણ કરનાર રોકાણકારોને રિફંડ આપવામાં આવી રહ્યું છે. આ સાથે સહારામાં રોકાણ કરનાર રોકાણકારોના ખાતામાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે અને એક અંદાજ પ્રમાણે આશરે 47 લાખ જેટલા રોકાણકારોના રૂપિયા 221 કરોડ ફસાઈ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 દિવસમાં 47 લાખ કરતા વધારે રોકાણકારોના ખાતામાં રૂપિયા 221 કરોડ રિફંડ મોકલવામાં આવ્યા છે. જો તમે સહારામાં રોકાણકાર હતા અને હજુ સુધી તમારા ખાતામાં પૈસા અંગે સ્ટેટસ ચેક કરી શકો છો અને તમારા રિફંડ અંગે માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો
સહારાના રિફંડ અંગે માહિતી કેવી રીતે મેળવી શકાય છે?
તાજેતરના સમયમાં રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે 1.51 કરોડ લોકો રિફંડ માટે અરજી કરી હતી અને આ પૈકી 47.15 લાખ રોકાણકારોને સીધા જ તેમના બેન્ક ખાતામાં ચુકવણી પ્રાપ્ત થઈ ગઈ છે.
રિફંડને ટ્રેક કરવા માટે તમારા અહીં દર્શાવેલી પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવાનું રહેશે
- સૌથી પહેલા CRCS-સહારા પોર્ટલ https://mocrefund.crcs.gov.in પર જાઓ.
- ત્યારબાદ ડિપોઝીટર લોગઈનનો વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ તમારે તમારા આધાર સાથે સંકળાયેલ મોબાઈલ નંબરનું રજિસ્ટ્રેશન કરવું.
- સ્ક્રીન પર જોવા મળતા કેપ્ચાની વિગતોને ભરવી
- ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
- તમારી અરજી અને ક્લેમની સ્થિતિ જોવા માટે ખાતામાં લોગઈન કરવું.
- ત્યારબાદ ડેશબોર્ડ પર રિફંડને લગતી અરજી સાથે સંકળાયે અપડેટ માહિતી તમને જોવા મળી શકશે.
અલબત જો અરજીમાં પ્રક્રિયા હેઠળ એટલે કે અંડર પ્રોસેસ દેખાય છે તો તેનો અર્થ એવો થાય છે કે ક્લેમની પ્રક્રિયા હજું પણ ચાલી રહી છે. જમાકર્તાઓએ આ પ્રક્રિયાને પૂરી કરવી જોઈએ અને આગળ વધુ અપડેટ માટે પોર્ટલ પર માહિતીને યોગ્ય રીતે ચેક કરતાં રહેવું જોઈએ.
