Smart Cleaning Technology:ગુજરાતની ઝડપથી વિકસતી સ્વદેશી સ્માર્ટ ક્લીનિંગ ટેક્નોલોજી કંપનીઓમાંની એક ‘રોબોલ્ટા’ (Robolta) અમદાવાદમાં પોતાના નવા સ્ટોરના ઉદ્ઘાટન સાથે રાજ્યમાં પોતાની રિટેલ હાજરીનો વિસ્તાર કરી રહી છે. ચાર યુવા ઉદ્યોગસાહસિકો—વિપુલ રામાણી, નિરવ રાકોલિયા, ભૌદિપ સુહાગિયા અને રોહન રામાણી દ્વારા સ્થાપિત આ કંપનીએ ભારતીય ઘરો સુધી આધુનિક અને ટેક્નોલોજી આધારિત સફાઈનાં સોલ્યુશન્સ પહોંચાડવાના હેતુથી સુરતથી પોતાની સફર શરૂ કરી હતી.
માત્ર 1 થી 1.5 વર્ષના ટૂંકા ગાળામાં રોબોલ્ટાએ 5 હજારથી વધુ ગ્રાહકોને સેવા આપી છે. કંપનીએ અત્યાર સુધીમાં 3 સ્ટોર અને 15 થી વધુ રિટેલ પાર્ટનર લોકેશન્સ સ્થાપિત કર્યા છે, જ્યારે 30 થી વધુ સંભવિત રિટેલ ભાગીદારી પર કામ ચાલી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે ફ્લેગશિપ પાયલટ સ્ટોરની સફળતા અને સૌરાષ્ટ્રના રાજકોટમાં મળેલા સકારાત્મક પ્રતિસાદ બાદ, રાજ્યના મુખ્ય વ્યાપારી કેન્દ્ર એવા અમદાવાદમાં નવો સ્ટોર શરૂ કરવો એ કંપનીના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. આગામી સમયમાં કંપની વડોદરા, વાપી અને ગાંધીધામમાં પણ નવા સ્ટોર શરૂ કરવાની યોજના ધરાવે છે.
વિસ્તરણ અંગે વાત કરતા સહ-સ્થાપક ભૌદિપ સુહાગિયાએ જણાવ્યું કે,અમે સુરતથી ટેક્નોલોજી વડે રોજિંદી સફાઈ સરળ બનાવવાના વિઝન સાથે શરૂઆત કરી હતી. ગ્રાહકોનો વિશ્વાસ અમને આગળ વધવાની પ્રેરણા આપે છે. અમદાવાદના નવા સ્ટોરમાં યોગ્ય પ્રોડક્ટ પસંદગીથી લઈને લાઈવ ડેમો અને વેચાણ પછીની સર્વિસ સુધીની સંપૂર્ણ સહાય ઉપલબ્ધ રહેશે.
બીજા સહ-સ્થાપક રોહન રામાણીએ ઉમેર્યું કે આજની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનની દુનિયામાં સફાઈની પદ્ધતિઓ બદલાવી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ વચ્ચે રોબોલ્ટા ભારતીય સ્વદેશી વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરે છે અને અમારો ઉદ્દેશ્ય ગ્રાહકો માટે સંપૂર્ણ સ્માર્ટ ક્લીનિંગ ઈકોસિસ્ટમ ઊભી કરવાનો છે.
રોબોલ્ટાએ શરૂઆતમાં માત્ર 3 થી 4 ક્લીનિંગ રોબોટ્સ સાથે કામગીરી શરૂ કરી હતી. આજે કંપનીની પ્રોડક્ટ રેન્જમાં રોબોટિક ફ્લોર ક્લીનર્સ, વેટ એન્ડ ડ્રાય ક્લીનર્સ, ફેબ્રિક અને ડસ્ટ માઈટ કેર, ગ્લાસ ક્લીનિંગ રોબોટ્સ, કોર્ડલેસ ક્લીનિંગ એપ્લાયન્સિસ અને એર પ્યુરિફાયર્સનો સમાવેશ થાય છે.
