Akash Ambani New Role In Jio:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited-RIL) તેની ડિજિટલ સર્વિસ Jio નું પ્રારંભિક જાહેર ભરણું (IPO) રજૂ કરે તે અગાઉ એક મહત્વનો નિર્ણય કરતાં આકાશ અંબાણી (Akash Ambani)ને 5 વર્ષ માટે મેનેજીંગ ડિરેક્ટર (Managing Director) તરીકે નિમણૂંક કરી છે.
આ નિમણૂંક 9 એપ્રિલ 2026થી જ અમલી બની છે,તેમ 7 મેના રોજ એક નિયમનકારી માહિતીમાં જણાવાયું હતું. આ પ્રથમ વખત છે કે જ્યારે Jio Platforms તેનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) રજૂ કરવા માટે તૈયારી કરી રહેલ છે.
વર્ષ 2014થી Reliance Jioના બોર્ડમાં સ્થાન ધરાવે છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના મોટા દિકરા આકાશ અંબાણી (Akash Ambani)ની છેલ્લા એક વર્ષથી ગ્રુપના ડિજિટલ મહત્વકાંક્ષાને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ઓક્ટોબર 2014માં Jio Platformsના ટેલિકોમ વિભાગ Reliance Jio Infocomm Ltd(RJIL)ના બોર્ડમાં સામેલ થયા હતા. જૂન 2022માં તેમણે RJILના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
અહેવાલ પ્રમાણે કંપનીને આશા છે કે તે મે મહિનાના અંત ભાગ સુધીમં અથવા તો જૂન મહિનામાં SEBI સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ(DRHP) જમા કરી શકે છે.
Jio IPOમાં કોઈ જ ઓફર ફોર સેલ નહીં હોય
ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે Jio Platforms શરૂઆતી શેર વેચાણની પ્રક્રિયામાં ફક્ત ફ્રેશ શેર ઈશ્યુ કરશે. જેમાં 'Offer For Sale(OFS)નો સમાવેશ થશે નહીં.
વર્તમાન સમયમાં રોકાણકારો સાથે મતભેદને પગલે ટેલિકોમ ઓપરેટર પોતાની OFS યોજનાને છોડી શકે છે. અહેવાલ પ્રમાણે RILના ચેરમેન મુકેશ અંબાણી રિટેલ રોકાણકારોની સુરક્ષા કરવા ઈચ્છે છે. લિસ્ટીંગ બાદ શેરની કિંમતમાં વધારો થવાની શક્યતા રહેતી હોય છે.
