Partition of India 1947:આઝાદી બાદ 11 મહિના ભારતની RBIના ભરોસે ચાલતુ હતું પાકિસ્તાન, નવો દેશ તો બનાવી લીધો પણ બેંક બનાવવાનું જ ભૂલી ગયા

Partition of India 1947:જ્યારે નકશા પર એક નવી રેખા ખેંચાઈ ત્યારે વિશ્વમાં ભારતથી અલગ થઈ પાકિસ્તાન તરીકે નવા દેશનું અસ્થિત્વ સર્જાયું. વિભાજનના તે સમયમાં જમીન, નદી, પોલીસ,લશ્કર, મેજ-ખુરશી વગેરેનું વિભાજન થયું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 14 Aug 2026 07:00 PM (IST)Updated: Fri, 14 Aug 2026 07:00 PM (IST)
reserve-bank-of-india-was-pakistan-central-bank-for-11-month-after-partition-history-of-banknotes

Partition of India 1947:જ્યારે નકશા પર એક નવી રેખા ખેંચાઈ ત્યારે વિશ્વમાં ભારતથી અલગ થઈ પાકિસ્તાન તરીકે નવા દેશનું અસ્થિત્વ સર્જાયું. વિભાજનના તે સમયમાં જમીન, નદી, પોલીસ,લશ્કર, મેજ-ખુરશી વગેરેનું વિભાજન થયું. જોકે શું તમે જાણો છો કે વિભાજનના આશરે 11 મહિના સુધી પાકિસ્તાન પાસે કોઈ જ બેંક ન હતી.

ભારે આશ્ચર્યજનક બાબત એ છે કે જૂન 1948 સુધી પાકિસ્તાનનું આર્થિક માળખુ, તેનો સરકારી ખજાનો તથા તેનું સંપૂર્ણ અર્થતંત્ર ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) જ સંભાળતી હતી.

વર્ષ 1935માં સ્થપાયેલી RBI અવિભાજીત બ્રિટીશ ભારતની મધ્યસ્થ બેંક હતી. જ્યારે ઓગસ્ટ 1947માં વિભાજન થયું ત્યારે નવી મધ્યસ્થ બેંકનું સર્જન કરી શકાયું નહીં. બેંક બનાવવા માટે ફક્ત ઈમારતોની જ જરૂર નથી પણ કડક કાયદા, તાલીમ પામેલ અધિકારીઓ, કરન્સી છાપવાના પ્રેસ તથા આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ બેંકો સાથે સંકળાયેલ નેટવર્કની પણ જરૂર હતી. પાકિસ્તાન પાસે તે સમયે કોઈ એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હતું. આ ઉપરાંત સરકારી ખાતાને સંભાળવાની વ્યવસ્થા પણ ન હતી. આ ઉપરાંત ચલણી નોટો છાપવાની કોઈ ટેકનિક પણ ન હતી.


આ મુશ્કેલ સ્થિતિનો સામનો કરવા માટે બન્ને દેશ વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ, જેને પાકિસ્તાન ઓર્ડર, 1947 નામ આપવામાં આવ્યું હતું.આ સાથે નક્કી થયું કે પાકિસ્તાન તેની બેંક ન બનાવી લે ત્યા સુધી RBI જ પાકિસ્તાનની મધ્યસ્થ બેંક તરીકે કામ કરશે. તે સમયે RBI પોતે એક સરકારી બેંક ન હતી. RBIનુ રાષ્ટ્રીયકરણ વર્ષ 1949માં થયું હતું. તેણે પાકિસ્તાનની બેંક બનીને કામ કર્યું અને તે પણ એક શેરધારકોના માલિકી ધરાવતી સંસ્થા હતી. 

ભારતની ચલણી નોટો પર છપાયું-Government of Pakistan

વિભાજન બાદ પાકિસ્તાન પાસે પોતાની કોઈ જ ચલણી નોટો ન હતી. માટે બજારમાં ભારતીય રૂપિયા જ ચાલતા હતા. જોકે પોતાની સંપ્રભૂતા દર્શાવવા માટે પાકિસ્તાન સરકારે એક ખાસ માર્ગ અપનાવ્યો. ભારતમાં છપાતી ચલણી નોટો પર અંગ્રેજીમાં Government Of Pakistan લખાયું હતું. વોટરમાર્કની નજીક ઉર્દુમાં હુકુમત-એ-પાકિસ્તાન લખાયેલું હતું.