Jio In AI:Jioની AI અને સેટેલાઈટને લઈ મોટી યોજના, આકાશ અંબાણીએ કહ્યું- ભારતની 22 ભાષામાં બોલશે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ

આકાશ અંબાણીની માહિતી પ્રમાણે Jioએ AIને સીધા જ પોતાના નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સામેલ કરી લીધેલ છે. તેનો લાભ ગ્રાહકોને વધારે સારા નેટવર્ક અનુભવ, સ્માર્ટ સર્વિસિસ અને અત્યાધુનિક ડિજિટલ સોલ્યુશન્સનું સ્વરૂપ મળશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 19 Jun 2026 05:03 PM (IST)Updated: Fri, 19 Jun 2026 05:44 PM (IST)
reliance-jio-bets-on-ai-and-satellite-technology-akash-ambani-unveils-india-focused-ai-vision

Reliance AGM Announcement:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં રિલાયન્સ જિયોના મેનેજીંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ કંપનીની આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સેટેલાઈટ કનેક્ટિવિટી વ્યૂહરચનાની રૂપરેખા રજૂ કરી છે.


તેમણે કહ્યું કે Jio ભારત માટે ભારત દ્વારા વિશ્વને માટે AI વિકસિત કરવાની દિશામાં ઝડપભેર કામ કરવામાં આવી રહ્યું છે અને હવે કંપનીનું વિઝન અમલીકરણના તબક્કામાં પહોંચી ગયું છે.

આકાશ અંબાણીએ કહ્યું કે જિયો ભારતમાં AIનો મજબૂત પાયો તૈયાર કરી રહ્યું છે. કંપનીનો લક્ષ્યાંક એવા AI વિકસિત કરવાનો છે કે જે ભારતીય ભાષાને સમજવા અને તેની ભાષામાં સંવાદ કરી શકે. આ અંતર્ગત 22 ભારતીય ભાષામાં AI સેવાઓ વિકસિત કરવામાં આવી રહી છે. જેથી દેશભરના કરોડો લોકો સુધી AIની પહોંચ સુનિશ્ચિત કરી શકાય છે.

સોવરેન સેટેલાઈટ કોન્સ્ટેલેશન પર કામ


જિયો ભવિષ્યની કનેક્ટિવિટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સોવરેન સેટેલાઈટ કોન્સ્ટેલેશનની શક્યતાઓ અંગે વિચાર કરી રહ્યું છે. આકાશ અંબાણીએ કહ્યું કે કંપની સેટેલાઈટ ગ્રાઉન્ડ સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહી છે, જેથી અંતરિયાળ વિસ્તારો સુધી ડિજિટલ કનેક્ટિવિટી પહોંચાડવામાં મદદ મળશે.


AIને નેટવર્કનો હિસ્સો બનાવ્યો


આકાશ અંબાણીની માહિતી પ્રમાણે Jioએ AIને સીધા જ પોતાના નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સામેલ કરી લીધેલ છે. તેનો લાભ ગ્રાહકોને વધારે સારા નેટવર્ક અનુભવ, સ્માર્ટ સર્વિસિસ અને અત્યાધુનિક ડિજિટલ સોલ્યુશન્સનું સ્વરૂપ મળશે.

તેમણે એમ પણ કહ્યું કે MyJio એપ હવે એક AI-આધારિત પર્સનલ એડવાઈઝરના સ્વરૂપમાં વિકસિત થઈ રહી છે, જે ગ્રાહકોને તેમની જરૂરિયાતો પ્રમાણે વ્યક્તિગત સૂચનો અને સેવાઓ ઉપલબ્ધ કરાવશે.

Jio Callsમાં AI વૉઈસ આસિસ્ટન્ટ


Jio Callsમાં AI વૉઈસ આસિસ્ટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનાથી કોલિંગ અનુભવોના આધારે સ્માર્ટ અને યુઝર્સને અનુકૂળ બનવામાં મદદ મળશે. Jioનું માનવું છે કે AI આધારિત ફિચર્સ ભવિષ્યમાં ડિજિટલ કોમ્યુનિકેશનના સ્વરૂપને બદલી શકે છે.