Jio AI backbone In Jamnagar:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન શેરધારકોને સંબોધિત કરતાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના સેક્ટરમાં કંપનીની મહત્વકાંક્ષી યોજનાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે ભારતની બહાર બનેલ AIના ફક્ત ગ્રાહક નહીં બનવું જોઈએ. ભારતે AIના નિર્માતા અને ગ્લોબલ લીડર બનવું જોઈએ. આ વિચાર સાથે રિલાયન્સ ઈન્ટેલિજન્સન કંપનીના નવા ગ્રોથ એન્જીનના સ્વરૂપમાં આગળ વધારવામાં આવી રહેલ છે. કંપનીએ સેટેલાઈટ સંચાલ સેક્ટરમાં પણ મહત્વની જાહેરાત કરી છે.
RILનો ઉદ્દેશ ગ્રાહકો, ઉદ્યોગ સાહસિકો અને સરકારો માટે મોટાપાયે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લેટફોર્મ અને સર્વિસિસનો લાભ બિઝનેસ તૈયાર કરવાનો છે. જિયો પ્લેટફોર્મ્સના MD આકાશ અંબાણીએ રિલાયન્સ ઈન્ટેલિજન્સની સર્વિસિસ તથા AI પ્રોડક્ટ્સના વિસ્તરણની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે જામનગરમાં ભારતના સંપ્રભૂ AI બેકબોન (AI સુવિધા આપવા માટે સમગ્ર કેન્દ્ર) વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિલાયન્સની પોતાની સૌર ઊર્જા સંચાલિત હશે.
આકાશ અંબાણીએ કંપની માટે એક મુખ્ય ભવિષ્યની વ્યૂહરચના જાહેર કરતા જણાવ્યું હતું કે જિયો સ્વદેશી સંચાર ઉપગ્રહોનો ઉપયોગ કરીને સંચાર જોડાણના નવા ક્ષેત્રમાં, એટલે કે સેટેલાઇટ સંચારમાં પ્રવેશ કરશે. તેમણે કહ્યું કે જિયોએ ભારતને જમીન પર જોડ્યું છે.હવે આપણે ભારતને આકાશમાં જોડવાનું છે.
દેશમાં હજુ પણ કેટલાક દૂરના ગામડાઓ, ટાપુ સમુદાયો અને સરહદી ચોકીઓ છે જ્યાં જિયોનું નેટવર્ક પહોંચી શકતું નથી.આ માટે, સેટેલાઇટ કનેક્ટિવિટી ભારતના બાકીના ભાગ માટે પુલ તરીકે કામ કરશે.આ માટે જિયો ભારત માટે સાર્વભૌમ લો અર્થ ઓર્બિટ (LEO) ઉપગ્રહ નક્ષત્ર વિકસાવવાની શક્યતાનું મૂલ્યાંકન કરી રહ્યું છે. એલોન મસ્કની સ્ટારલિંક આ ક્ષેત્રમાં એક મુખ્ય ખેલાડી છે. શેરધારકોને સંબોધતા, કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ઉત્તરાધિકાર યોજના લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
