Global Sports Summit: FICCIના 15મા ગ્લોબલ સ્પોર્ટ્સ સમિટ(Global Sports Summit) 'TURF 2025' અને 'ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025'માં રમતગમતમાં યોગદાન બદલ રિલાયન્સ ફાઉન્ડેશનને સન્માનિત કરવામાં આવ્યું હતું.
નીતા મુકેશ અંબાણી(Nita Mukesh Ambani)ના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન(Reliance Foundation)એ ગ્રાસરૂટથી લઈને ઉચ્ચ-પ્રદર્શન સ્તર સુધી રમતગમતને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. રમતગમત ક્ષેત્રમાં નીતા અંબાણીના નેતૃત્વને કારણે તેમને 'સ્પોર્ટ્સ લીડર ઓફ ઈન્ડિયા' તરીકે જોવામાં આવે છે.
Best Corporate Promoting Sports - High Performance award
રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રેષ્ઠ કોર્પોરેટ પ્રમોટિંગ સ્પોર્ટ્સ - હાઇ પર્ફોર્મન્સ એવોર્ડ રજૂ કરતાં FICCI એ જણાવ્યું હતું કે આ એવોર્ડ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતા અંબાણીને તેમના વિઝન અને નેતૃત્વ માટે માન્યતા આપે છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય બનનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે નીતા અંબાણીએ વિશ્વભરમાં ઓલિમ્પિક મૂવમેન્ટને મજબૂત બનાવવામાં અને ભારતની રમતગમતની આકાંક્ષાઓને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને ગ્રાસરુટ પ્રોગ્રામ્સથી લઈને એલીટ એથ્લીટ ડેવલપમેન્ટ સુધીના અનેક પરિવર્તનશીલ કાર્યક્રમો શરૂ કર્યા છે.
જ્યારે આપણા યુવાનો જીતે છે ત્યારે રાષ્ટ્ર ગર્વ અનુભવે છે: નીતા અંબાણી
નીતા અંબાણીએ આ પુરસ્કાર રિલાયન્સ ફાઉન્ડેશન પરિવાર અને દેશના યુવા ખેલાડીઓને સમર્પિત કર્યો. સન્માન સ્વીકારતા તેમણે કહ્યું કે આવનારો દાયકો ભારતીય રમતગમતનો સુવર્ણ દાયકો હશે. ભારતને વૈશ્વિક મલ્ટી-સ્પોર્ટિંગ પાવરહાઉસ બનાવવાનો સમય આવી ગયો છે. 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવું એ 1.4 અબજ ભારતીયોનું સહિયારું સ્વપ્ન છે, અને રિલાયન્સ ફાઉન્ડેશન આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
નીતા અંબાણીએ સમજાવ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશનની રમતગમત પહેલોએ દેશભરના 23 મિલિયનથી વધુ યુવાનોના જીવન પર સકારાત્મક અસર કરી છે. શાળા સ્તરે હોય, પાયાના સ્તરે હોય કે ઉચ્ચ-પ્રદર્શન તાલીમ કેન્દ્રોમાં હોય, યુવાનો દરેક જગ્યાએ રમતગમત સાથે જોડાયેલા છે. જ્યારે આપણા યુવાનો જીતે છે ત્યારે રાષ્ટ્ર ગર્વ અનુભવે છે.
