Iran Rial Vs US Dollar:અમેરિકાની નાકાબંધી વચ્ચે ઈરાન આર્થિક કટોકટીમાં ફસાયુ; કરન્સીની વેલ્યુ ઘટી જતા ડોલર વેચવા કાઢ્યા

સેન્ટ્રલ બેંકે ચલણ રિયાલ કે જે છેલ્લા એક વર્ષમાં અડધાથી વધુ મૂલ્ય ગુમાવી ચૂક્યું છે, તેને ટેકો આપવા માટે $2 બિલિયન સુધીનું વેચાણ શરૂ કર્યું છે. ફુગાવો 70% થી વધુ હોવાથી સામાન્ય ઈરાની નાગરિકો માટે જીવન વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 04 Oct 2026 06:27 PM (IST)Updated: Sun, 04 Oct 2026 06:27 PM (IST)
record-drop-in-value-of-iranian-rial-against-us-dollar-inflation-rate-hits-70-percent

Iran Rial Vs US Dollar:અમેરિકા સાથે લાંબા સમયથી યુદ્ધ કરી રહેલા ઈરાન સામે હવે નવું અને વિશાળ સંકટ કરન્સી ક્રેશ(Currency Crash)નો સામનો કરી રહ્યું છે. ઈરાનના નિયંત્રણ ધરાવતા હોર્મુઝ સ્ટ્રેટની આજુબાજુ અમેરિકાની નોકાદળની નાકાબંધીએ સ્થિતિને મુશ્કેલ કરી દીધી છે. શનિવારે ઈરાની ચલણ Rialમાં થયેલા મોટા કડાકા બાદ ઓચિંતા જ ઈરાનની સેન્ટ્રલ બેંકે ડોલર વેચવાનું મોટું પગલું ભરવું પડ્યું અને તેના મારફતે અર્થતંત્રને મદદ કરવા 2 અબજ ડોલર નાંખવાની જાહેરાત કરી છે.

70% ફુગાવાનો દર, કરન્સી ક્રેશ

ઈરાનના રાજ્ય ટેલિવિઝનના અહેવાલ મુજબ સેન્ટ્રલ બેંકે રિયાલને ટેકો આપવા માટે 2 બિલિયન ડોલર સુધીનું વેચાણ શરૂ કરી દીધું છે, જેણે છેલ્લા એક વર્ષમાં અડધાથી વધુ મૂલ્ય ગુમાવ્યું છે.ફુગાવો 70% થી વધુ હોવાથી સામાન્ય ઈરાની નાગરિકો માટે જીવન વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે, જેઓ મૂળભૂત જરૂરિયાતો અથવા ભાડું પરવડી શકતા નથી.

ડોલરની તુલનામાં સતત તૂટી રહ્યો છે રિયાલ

રોયટર્સના અહેવાલ પ્રમાણે ઈરાની ચલણ રિયાલમાં શનિવારે ભારે ઘટાડો થયો છે. આ દરમિયાન ઈરાનની મધ્યસ્થ બેંકે અમેરિકાના પ્રતિબંધો અને નૌકાદળની નાકાબંધીનો સામનો કરી રહેલા અર્થતંત્રને સહારો આપવા માટે આશરે 2 અબજ ડોલર સુધીનું ભંડોળ ઈન્ફ્યુઝ કરવાનો નિર્ણય કર્યો છે.ફ્રી માર્કેટ ટ્રેકિંગ વેબસાઈટ bon-bast.com પ્રમાણે અમેરિકી ડોલરનો ભાવ 26.88 લાખ રિયાલ આસપાસ પહોંચ્યો છે, જે શુક્રવારે 26.32 લાખ રિયાલ હતો.

ઈરાનના સરકારી ટેલિવિઝનએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંકે ચલણ રિયાલ કે જે છેલ્લા એક વર્ષમાં અડધાથી વધુ મૂલ્ય ગુમાવી ચૂક્યું છે, તેને ટેકો આપવા માટે $2 બિલિયન સુધીનું વેચાણ શરૂ કર્યું છે. ફુગાવો 70% થી વધુ હોવાથી સામાન્ય ઈરાની નાગરિકો માટે જીવન વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે, જેઓ મૂળભૂત જરૂરિયાતો અથવા ભાડું પરવડી શકતા નથી.