Money Transfer Guidelines:રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ બુધવારે ડોમેસ્ટિક મની ટ્રાન્સફર(DMT)ને લગતા નિયમોને એકીકૃત કરી નવા દિશા સૂચનો જાહેર કર્યાં છે. આ નવા નિયમો હેઠળ બેન્ક શાખામાં આવતા કોઈ પણ વ્યક્તિએ બેન્ક ખાતું ન હોય તો NEFT મારફતે કોઈ પણ બેનેફિશિયરીના બેન્ક ખાતામાં રૂપિયા 5000 સુધી પૈસા મોકલી શકે છે.
મધ્યસ્થ બેન્કે ફરી એ વાતનું પુનરાવર્તન કર્યું છે કે બેન્ક શાખામાં આવતા કોઈ પણ ગ્રાહક NEFT મારફતે કોઈ પણ લાભાર્થીના બેન્ક ખાતામાં રૂપિયા 50 હજાર સુધીની રકમ મોકલી શકે છે. એવી જ રીતે કેશ પે-આઉટ સર્વિસ હેઠળ દરેક ટ્રાન્ઝેક્શન મહત્તમ રૂપિયા 10 હજાર મોકલી શકાય છે, અને દરેક લાભાર્થી માસિક મર્યાદા રૂપિયા 25 હજાર સુધી નક્કી કરવામાં આવી છે.
બેન્કોને એવી સર્વિસિસ આપવાની મંજૂરી છે કે જેના મારફતે તે ગ્રાહકોને તેમના ખાતામાંથી પૈસા મોકલી શકે છે, જેથી એવા લોકોને રોકડ રકમ મળી શકે કે જે કોઈ બેન્ક ખાતું ધરાવતા નથી. આ રોકડ રકમ તેમને ATM અથવા બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ સ્વરૂપમાં નિમણૂંક કરેલ કોઈ પણ એજન્ટ મારફતે મોકલી શકાય છે.
કેશ-પે આઉટ સુવિધા મારફતે બેન્ક ગ્રાહકોના ખાતામાંથી એવા લોકોને પૈસા મોકલ શકે છે કે જેઓ પોતાનું કોઈ જ બેન્ક ખાતું ધરાવતા નથી. લોકો ATM, BC એટલે કે બિઝનેસ કરેસ્પોન્ડેન્ટ અથવા અન્ય અધિકૃત પેમેન્ટ ચેનલ મારફતે પૈસા ઉપાડી શકે છે. તેમાં દરેક ટ્રાન્ઝેક્શન રૂપિયા 10 હજારની મર્યાદામાં છે, અને દરેક લાભાર્થી માટે માસિક મર્યાદા રૂપિયા 25 હજાર નક્કી કરી છે.
આ દિશા-સૂચનો પ્રમાણે રેમિટિંગ બેન્કો અને બિઝનેસ કરેસ્પોન્ડેન્ટને RBIના KYC દિશા-સૂચન,2025નું પાલન કરવું જરૂરી બનશે. આ માટે એક વેરિફાઈડ મોબાઈલ નંબર અને પોતાને પ્રમાણિત ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ્સ(OVD) જરૂરી બનશે. દરેક ટ્રાન્ઝેક્શનને એઢિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન(AFA) મારફતે વેરિફાઈ કરવું જરૂરી છે.
