Ticket Booking:બલ્ક ટિકિટ બુકિંગની મર્યાદા હટાવવા સાથે રેલવે દ્વારા કરવામાં આવ્યા મોટા ફેરફાર, જાણો આ માહિતી

જો તમે પરિવાર, મિત્રો અથવા સંબંધિઓ સાથે રેલવેની યાત્રા કરવા માંગતા હોય તો આ માહિતી તમારા માટે ખાસ છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 22 Nov 2026 08:09 AM (IST)Updated: Sun, 22 Nov 2026 08:09 AM (IST)
railways-introduce-major-changes-including-the-removal-of-limits-on-bulk-ticket-booking-find-out-the-details-here
western-railway-special-trains-surat-udhna-valsad-1795156245452.webp

Ticket Booking:જો તમે પરિવાર, મિત્રો અથવા સંબંધિઓ સાથે રેલવેની યાત્રા કરવા માંગતા હોય તો આ માહિતી તમારા માટે ખાસ છે, કારણ કે પરિવાર કે ગ્રુપ સાથે યાત્રા માટે બલ્કમાં ટિકિટ એટલે કે ગ્રુપ ટિકિટ બુક કરવા માટે અત્યાર સુધી જે એક ચોક્કસ મર્યાદા હતી તે હવે રહી નથી અને આ માટે દક્ષિણ પશ્ચિમ રેલવે (SWR) દ્વારા તેને દૂર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દક્ષિણ પશ્ચિમ રેલવે દ્વારા એક જાહેરનામું ઈશ્યુ કરવામાં આવ્યું છે અને બલ્ક ટ્રેન રિઝર્વેશનને લગતા વિવિધ નિયમોમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે.

નવા નિયમો હેઠળ ટિકિટ બુકિંગ

નવા નિયમો હેઠળ લાગુ કરવામાં આવી રહેલ લગ્ન-તહેવાર, શૈક્ષણિક યાત્રા, તીર્થયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મોટી સંખ્યામાં એક સાથે યાત્રા કરનાર લોકોને સરળતાથી ટિકિટ મળી શકે છે. આ સંજોગોમાં એક સાથે બલ્ક ટિકિટ બુકિંગ કરી શકાય છે.

ચોક્કસ રેલવે સ્ટેશનથી જ થશે બલ્ક ટિકિટ બુકિંગ

આ દરમિયાન રેલવેના દક્ષિણ પશ્ચિમ રેલવે તરફથી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન પ્રમાણે ગ્રુપ બુકિંગને લગતી સુવિધા ફક્ત ચોક્કસ સ્ટેશનો એટલે કે નક્કી કરવામાં આવેલ અગ્રણી સ્ટેશનો પરથી જ મળી શકશે. આ સુવિધા સવારના નવ વાગ્યાથી શરૂ થશે. એટલે કે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ યાત્રા કરવાની તારીખથી 60 દિવસ અગાઉ સવારના 8 વાગ્યાથી શરૂ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ગ્રુપમાં 100 દિવસ બાદ જર્ની કરવા માંગતા હોય તો તેમને ટિકિટ બુકિંગ ન થાય તો તેમને 60 દિવસ અગાઉ ટિકિટ બુકિંગ કરવાનું રહેશે. જે સવારના 8 વાગ્યાથી ટિકિટ બુક કરી શકાય તેવી સ્થિતિ જોવા મળી શકે છે.

 

SWR તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે બલ્ક રિઝર્વેશન હેઠળ બુકિંગ કરવામાં આવતી બર્થની સંખ્યાને લઈ હવે ઉપરી મર્યાદા રહી નથી. તેનાથી ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર કે સ્ટેશન મેનેજરને બલ્ક રિઝર્વેશનની મંજૂરી આપવાનો અધિકાર રહે છે.