India Post GDS Recruitment 2026: પોસ્ટ ઓફિસમાં બમ્પર ભરતી; દેશભરમાં ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે ધોરણ-10 ઉમેદવાર માટે છે તક!

યોગ્યતા રસ ધરાવતા ઉમેદવારો 14મીફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે જે ભરતી અભિયાનમાં જોડાવાની અંતિમ તારીખ છે અને ફી 16 ફેબ્રુઆરી સુધી જમા કરાવી શકાય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 26 Jan 2026 06:28 PM (IST)Updated: Mon, 26 Jan 2026 06:36 PM (IST)
post-office-job-opportunities-gds-recruitment28740-posts-of-rural-dak-sevak-across-the-country-including-gujarat

India Post GDS Recruitment: ઈન્ડિયા પોસ્ટ દ્વારા દેશભરમાં મોટી સંખ્યામાં ગ્રામીણ ડાક સેવક (GDS) પદો પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે 28740 ખાલી GDS પદો ભરવા માટેની અરજી પ્રક્રિયા 31 જાન્યુઆરીથી શરૂ થશે. યોગ્યતા રસ ધરાવતા ઉમેદવારો 14મીફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે જે ભરતી અભિયાનમાં જોડાવાની અંતિમ તારીખ છે અને ફી 16 ફેબ્રુઆરી સુધી જમા કરાવી શકાય છે.

ફોર્મમાં કોઈપણ ભૂલ હોય તો 18થી 19 ફેબ્રુઆરી દરમિયાન સુધારી શકાશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરતી માટે પ્રથમ મેરિટ યાદી 28 ફેબ્રુઆરી,2026ના રોજ બહાર પાડવામાં આવશે.

ભરતી વિગતો
ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે આ ભરતી ઝુંબેશમાં દેશભરના વિવિધ રાજ્યોમાં કુલ 28740 જગ્યાઓ ભરવામાં આવશે. તમે નીચેના કોષ્ટકમાં રાજ્યવાર ખાલી જગ્યા જોઈ શકો છો.

  1. આંધ્ર પ્રદેશ- 1,060
  2. આસામ- 639
  3. બિહાર- 1,347
  4. છત્તીસગઢ- 1,155
  5. દિલ્હી- 42
  6. ગુજરાત 1,830
  7. હરિયાણા 270
  8. હિમાચલ પ્રદેશ 520
  9. જમ્મુ-કાશ્મીર 267
  10. ઝારખંડ 908
  11. કર્ણાટક 1,023
  12. કેરળ 1,691
  13. મધ્ય પ્રદેશ 2,120
  14. મહારાષ્ટ્ર 3,553
  15. ઉત્તર-પૂર્વી 1,014
  16. ઓડિશા 1,191
  17. પંજાબ 262
  18. રાજસ્થાન 634
  19. તમિલનાડું 2,009
  20. તેલંગાણા 609
  21. ઉત્તર પ્રદેશ 3,169
  22. ઉત્તરાખંડ 445
  23. પશ્ચિમ બંગાળ 2,982

10 મું પાસ અરજી કરી શકે છે
GDS પદો માટે અરજી કરવા માટે, ઉમેદવારો ભારતીય નાગરિક હોવા જોઈએ. ઉમેદવારોએ માન્ય બોર્ડ/સંસ્થામાંથી 10મું/મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ. 10મું ધોરણ ગણિત અને અંગ્રેજીમાં પાસિંગ ગુણ મેળવેલા હોવા જોઈએ. વધુમાં, ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને મહત્તમ ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે નિયમો અનુસાર અનામત શ્રેણીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વગર થશે
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નહીં હોય. જોકે મેરિટ લિસ્ટમાં પસંદ થયેલા ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણીમાં ભાગ લેવો જરૂરી રહેશે.