છૂટાછેડાના કિસ્સામાં જોઈન્ટ હોમ લોનનું શું થાય? કાનૂની નિયમો અને સાચો ઉકેલ જાણી લો

યાદ રાખો કે છૂટાછેડા લેવાથી પતિ-પત્નીના સંયુક્ત નામે લીધેલી હોમ લોન આપોઆપ પૂરી થઈ જતી નથી. લોન ભરવાની કાનૂની અને નાણાકીય જવાબદારી બંનેની ચાલુ જ રહે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 14 Oct 2026 03:49 PM (IST)Updated: Wed, 14 Oct 2026 03:49 PM (IST)
who-is-responsible-for-home-loan-emis-after-a-divorce-know-your-legal-and-banking-options
જોઈન્ટ હોમ લોન

Joint Home Loan and Divorce: આજના સમયમાં પતિ-પત્ની સંયુક્તપણે (Joint Home Loan) ઘર ખરીદવા માટે હોમ લોન લેતા હોય છે. પરંતુ જો કોઈ કારણોસર દંપતી વચ્ચે છૂટાછેડા (Divorce) થાય, તો આ જોઈન્ટ હોમ લોનનું શું કરવું તેને લઈને ભારે મૂંઝવણ ઊભી થાય છે. આ અંગેના કાનૂની અને બેંકિંગ નિયમો જાણવા અત્યંત જરૂરી છે.

લોન ભરવાની જવાબદારી આપોઆપ પૂરી થતી નથી

યાદ રાખો કે છૂટાછેડા લેવાથી પતિ-પત્નીના સંયુક્ત નામે લીધેલી હોમ લોન આપોઆપ પૂરી થઈ જતી નથી. લોન ભરવાની કાનૂની અને નાણાકીય જવાબદારી બંનેની ચાલુ જ રહે છે.

ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો

ખાનગી સમજૂતી બેંક માનતી નથી:

પતિ-પત્ની છૂટા પડતી વખતે અંદરોઅંદર એવું નક્કી કરે કે કોઈ એક પાર્ટનર જ ઘર રાખશે અને તેના હપ્તા (EMI) ભરશે, તો પણ બેંક આ સમજૂતી માનવા બંધાયેલી નથી. જ્યાં સુધી પૂરી લોન ન ભરાય ત્યાં સુધી કાનૂની રીતે બંને લોકો જવાબદાર ગણાય છે.

ઘર છોડવાથી લોનમાંથી છુટકારો મળતો નથી:

તમે ઘર પરનો તમારો હક જતો કરો અથવા ઘરમાંથી નીકળી જાઓ, તો પણ બેંકના રેકોર્ડમાંથી તમારું નામ હટતું નથી અને લોનની જવાબદારીમાંથી મુક્તિ મળતી નથી. ઘરની માલિકી અને લોન એ બંને અલગ બાબતો છે.

હપ્તો ન ભરાય તો બંનેને નુકસાન:

જો નક્કી કર્યા મુજબ હપ્તો (EMI) ન ભરાય, તો બેંક કાયદેસરની વસૂલાત કરી શકે છે. આનાથી પતિ અને પત્ની બંનેનો સિબિલ (CIBIL) સ્કોર ખરાબ થાય છે.

આનો સાચો ઉકેલ શું છે?

છૂટાછેડા પછી જે વ્યક્તિ ઘર પોતાની પાસે રાખવાની હોય, તેણે બેંકમાં જઈને આખી લોન માત્ર પોતાના એકલાના નામે ટ્રાન્સફર કરાવવા માટે અરજી કરવી જોઈએ.

નોંધ: આ માહિતી માત્ર જાણકારી માટે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા બેંક કે વકીલની સલાહ લેવી.