UPI Transations Free:UPI ટ્રાન્ઝેક્શનને લઈ તાજેતરના સમયમાં અનેક માન્યતા અને ગેરમાન્યતા પ્રવર્તિ રહી છે. લોકસભામાં ટેક્સેશન એન્ડ અધર લોઝ (અમેન્ડમેન્ટ) બિલ 2026 બિલ પસાર કરવામાં આવ્યું ત્યારબાદ બેંકોને મર્ચેન્ટ પાસેથી ફી વસૂલવાની મંજૂરીનો સતત ઉલ્લેખ કરવામાં આવતો રહ્યો છે.
આ બિલને મંજૂરી મળી ગયા બાદ હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું UPI ટ્રાન્ઝેક્શ પર ફી લાગશે કે નહીં. જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે યુનિફઈ પેમેન્ટ્સ ઈન્ટરફેસ અથવા UPI ટ્રાન્ઝેક્શન યુઝર્સ માટે ફ્રી જ રહેશે.
UPI પેમેન્ટ પર નહીં લાગે ચાર્જીસ
નાણાં મંત્રાલયે પ્રેસ રિલીઝમાં કહ્યું કે UPI પેમેન્ટ કરવા પર યુઝર્સને કોઈ ચાર્જીસ નહીં લાગે અને તમામ પર્સન-ટુ-પર્સન(P2P) ટ્રાન્ઝેક્શન ફ્રી જ રહેશે. સરકારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવામાં આવે છે તો આ ફક્ત એક નિયત મર્યાદિથી વધારે મર્ચેન્ટ ટ્રાન્ઝેક્શનની મર્યાદિત કેટેગરી પર લાગુ થશે અને નજીવા દર પર લગાવવામાં આવશે. આ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર લાગુ થનારા MDRથી ઘણી ઓછી થશે.
અહેવાલ પ્રમાણે સરકાર બેંકો અને પેમેન્ટ સર્વિસસ પ્રોવાઈડર્સને રૂપિયા 2000થી વધારે UPI પેમેન્ટ પર 0.25 ટકાથી 0.4 ટકાના MDR લગાવવાની મંજૂરી આપી શકે છે. તે પણ ત્યારે કે જ્યારે ટ્રાન્ઝેક્શન કોઈ બિઝનેસ સાથે કરવામાં આવે છે. પરિણામ સ્વરૂપે દૂધ, શાકભાજી, કરિયાણાના સામાન, ઓટો-રિક્શાની સવારી અને ટેક્સી ભાડા જેવા દૈનિક પેમેન્ટ પર અસર થવાની આશા નથી.
