UPI MDR:આગામી 15 ઓક્ટોબરથી કેટલાક વ્યાપારીઓને રૂપિયા 2000થી વધારે UPI ચુકવણી પર કેટલાક પ્રમાણમાં ચાર્જીસ આપવાનો રહેશે.તેને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR)ના નામથી ઓળખવામાં આવે છે. જોકે ગ્રાહકોએ કોઈ જ પ્રકારનો ચાર્જ ચુકવવો પડશે નહીં. ચાલો જાણીએ કે કઈ વ્યવસ્થા કેવી રીતે કામ કરશે.
ભાગ-1 ગ્રાહક
1. શું ગ્રાહકને UPI ઉપયોગ કરવા પર ચાર્જ આપવો પડે છે?
નહીં. MDR નામથી આ ચાર્જ ગ્રાહકોએ નહીં પણ કારોબારીઓ એટલે કે વ્યાપારીઓએ ચુકવવાનો છે. ગ્રાહક UPI, રોકડ અથવા કાર્ડ મારફતે દર્શાવેલ મૂલ્યથી ચુકવણી કરવાની હોય છે.
2. શું પરિવાર, મિત્ર અથવા સહકર્મચારીઓને પૈસા મોકલવાના સંજોગોમાં ચાર્જ લાગશે
નહીં. આ વ્યવહાર પર કોઈ ચાર્જ લાગતો નથી. પછી UPIની મર્યાદાની અંદર ગમે એટલી રકમ મોકલો. તેને લોકો વચ્ચેના વ્યવહારની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
3. શું OTT સબ્સ્ક્રીપ્શન, સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા અન્ય કોઈ સર્વિસ માટે UPI ઓટો પે પર ચાર્જ લાગશે?
નહીં. ગ્રાહકો UPIના ઉપયોગ માટે કોઈ જ ચાર્જ લાગતો નથી. UPI ઓટો પે મારફતે નિયમિત ચુકવણી પર પણ ગ્રાહક અથવા વ્યાપારી પાસેથી MDR નહીં લઈ શકે.
ભાગ 2- નાના વ્યાપારીઓ અથવા સૂક્ષ્મ બિઝનેસમેન
1. આ શ્રેણીમાં સૂક્ષ્મ વ્યાપારી અને નાના વિક્રેતાનો સમાવેશ થાય છે. આ વ્યાપારી UPI QR મારફતે દર મહિને આશરે 1 લાખ રૂપિયા સુધી સીધા તેમના બેંક ખાતામાં મેળવી શકે છે. તેમાં બિનઔપચારીક રીતે કારોબાર કરનાર પાથણવા-સ્ટ્રીટવેન્ડરથી લઈ ઔપચારિક રીતે રજિસ્ટર્ડ કારોબારી સુધીનો સમાવેશ થાય છે. આ સંજોગોમાં UPI ચુકવણી સ્વીકારવા પર કોઈ ચાર્જ અથવા MDR લાગુ નહીં પડે પણ રકમ ગમે એટલી મોટી હોય.
2. જો કોઈ નાના વ્યાપારી UPI મારફતે આશરે રૂપિયા એક લાખથી ઓછી રકમ પ્રાપ્ત કરે છે પણ તે રૂપિયા 2000થી વધારે ચુકવણી પણ મેળવે છે તો શું તેના પર ચાર્જીસ લાગુ પડશે?
નહીં. NPCI પ્રમાણે જો કોઈ વ્યક્તિ વ્યક્તિની કેટેગરીમાં આવતા કોઈ નાના વિક્રેતાને રૂપિયા 2,000થી વધારે UPI ચુકવણી મળે છે તો પણ કોઈ ચાર્જીસ લાગતો નથી.
3. જો કોઈ નાના વિક્રેતા કે વેપારીની UPI મારફતે થતી માસિક આવક એક લાખ રૂપિયાથી વધારે થાય છે શું તેને MDR આપવાનું રહેશે?
4. જો કોઈ નાના વેપારીને સતત ત્રણ મહિના સુધી UPI મારફતે એક લાખ રૂપિયાથી વધારે પ્રાપ્ત થાય છે તો તેને વ્યક્તિથી વ્યાપારી કેટેગરીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. MDR ત્યારે લાગુ થશે કે જ્યારે તેનું અધિગ્રહણકર્તા બેંક અથવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર તેને ઔપચારિક રીતે વ્યક્તિથી વ્યાપારી કેટેગરીમાં વર્ગીકૃત કરે.
