HDFC Bank News: કેપિટલ ગેઇન્સ પર બચત અને કરમુક્તિનો લાભ માટે HDFC બેન્કે શરૂ કરી આ ખાસ સુવિધા, જાણો આ માહિતી

HDFC Bank News: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકને કેપિટલ ગેઇન્સ એકાઉન્ટ્સ સ્કીમ એટલે કે CGAS 1988 હેઠળ ડિપોઝિટની સુવિધા પૂરી પાડવા માટે સરકાર તરફથી અધિકૃતતા પ્રાપ્ત થઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 05 Nov 2026 09:53 AM (IST)Updated: Thu, 05 Nov 2026 09:53 AM (IST)
taxpayers-can-now-open-cgas-accounts-with-hdfc-bank-for-capital-gains-tax-saving
HDFC Bank News

HDFC Bank News: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC બેંકને કેપિટલ ગેઇન્સ એકાઉન્ટ્સ સ્કીમ એટલે કે CGAS 1988 હેઠળ ડિપોઝિટની સુવિધા પૂરી પાડવા માટે સરકાર તરફથી અધિકૃતતા પ્રાપ્ત થઈ છે. CGAS હેઠળ કરદાતાઓને તેમના વણવપરાયેલા કેપિટલ ગેઇન્સને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી બેંક ખાતામાં રાખવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

CGAS હેઠળ આવકવેરાનું રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પહેલાં જેઓ ફરીથી રોકાણ કરવાની પ્રક્રિયા પૂરી કરી શકતા નથી, તેવા કરદાતાઓ બેંકની તમામ શહેરી અને અર્ધ-શહેરી શાખાઓમાં બચત ખાતું (A) અને ફિક્સ્ડ ડિપોઝિટ (B) ખોલાવી શકે છે. ઇન્કમ ટેક્સ એક્ટની લાગુ પડતી કલમ અનુસાર, કરદાતાઓને કરમુક્તિનો લાભ મેળવવાની સાથે વધુમાં વધુ ત્રણ વર્ષના સમયગાળા સુધી તેમની ડિપોઝિટ પર વ્યાજ કમાવવાની તક પણ મળશે.

HDFC બેંકમાં CGAS હેઠળ ડિપોઝિટની મુખ્ય વિશેષતા

  •  સરળતાથી ડિપોઝિટ મૂકો: ગ્રાહકો NEFT, RTGS, ફંડ ટ્રાન્સફર, IMPS અને UPI મારફતે ઑનલાઇન તેમજ બેંકની શાખામાં રૂબરૂ જઈને ડિપોઝિટ મૂકી શકશે.
  •  બેલેન્સ રાખવાની કોઈ જરૂરિયાત નહીં: બચત ખાતામાં કોઈ બેલેન્સ રાખવાની જરૂરિયાત નથી અને તેમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ પણ લાગતા નથી.
  •  વ્યાજની ત્રિમાસિક ચૂકવણી: થાપણદારોને ફિક્સ્ડ ડિપોઝિટ તેમજ બચત ખાતા પર ત્રિમાસિક ધોરણે વ્યાજ મળશે.
  •  ફક્ત ડિજિટલ માધ્યમથી વિગતો જોવાની સુવિધા: થાપણદારોને નેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ મારફતે ફક્ત વિગતો જોવાની સુવિધા મળશે.
  •  ખાતાનું ટ્રેકિંગ: ખાતાધારકોને બચત ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટની વિગતોની નોંધ રાખવા માટે પાસબૂક મળશે.

HDFC બેંકના ગવર્નમેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ લાયેબિલિટીઝ, ન્યૂ ઇકોનોમી ગ્રૂપ તથા અલ્ટરનેટ બેંકિંગ ચેનલ્સ અને પાર્ટનરશિપના હેડ સુશ્રી સુનાલી રોહરા જણાવ્યું હતું કે, સીજીએએસના અમલીકરણ માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે અમારા પર વિશ્વાસ મૂકવા બદલ અમે ભારત સરકારના આભારી છીએ.

આ સુવિધા દ્વારા ગ્રાહકો તેમના વણવપરાયેલા કેપિટલ ગેઇન્સ પર વ્યાજ કમાવવાની સાથે-સાથે કરમુક્તિનો લાભ પણ મેળવી શકશે. અમે ગ્રાહકોને તેમના વણવપરાયેલા કેપિટલ ગેઇન્સને સુરક્ષિત રીતે જમા કરાવવા માટે અમારી શાખાઓના વ્યાપક નેટવર્ક અને ડિજિટલ સુવિધાઓનો લાભ લેવા આમંત્રિત કરીએ છીએ.