HDFC Bank EV Loan:HDFC Bankએ ઇલેક્ટ્રિક વાહનો માટે ફ્લેક્સી ઇલેક્ટ્રિક કાર લૉન પ્રોડક્ટ લૉન્ચ કરી

ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC Bankએ ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવા માટે ધિરાણ સુવિધા પૂરી પાડવા એક નવી Auto Loan પ્રોડક્ટ રજૂ કરી છે, જે આ પ્રકારની સૌપ્રથમ ફ્લેક્સી ઇલેક્ટ્રિક કાર લૉન લૉન્ચ કરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 26 Oct 2026 01:55 PM (IST)Updated: Mon, 26 Oct 2026 01:55 PM (IST)
hdfc-bank-has-launched-a-flexi-electric-car-loan-product-for-electric-vehicles

HDFC Bank EV Loan: ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક HDFC Bankએ ઇલેક્ટ્રિક વાહનો (EV) ખરીદવા માટે ધિરાણ સુવિધા પૂરી પાડવા એક નવી Auto Loan પ્રોડક્ટ રજૂ કરી છે, જે આ પ્રકારની સૌપ્રથમ ફ્લેક્સી ઇલેક્ટ્રિક કાર લૉન લૉન્ચ કરી છે. ફ્લેક્સી ઇલેક્ટ્રિક કાર લૉન હેઠળ ઇલેક્ટ્રિક વાહનની બૉડી અને બૅટરી માટે લૉનની અલગ-અલગ રકમની જોગવાઈ કરવામાં આવશે. બેટરી માટેની લૉનની પરત-ચૂકવણી લાંબા સમયગાળામાં કરી શકાશે. તેનાથી EMIની ચૂકવણીને પોતાની જરૂરિયાત કસ્ટમાઇઝ કરી શકાશે. આ લૉન હવે સમગ્ર દેશમાં ફેલાયેલી બેંકની 9,700થી વધુ શાખાઓમાં ઉપલબ્ધ છે.

ઇલેક્ટ્રિક વાહનોના ખર્ચનું પ્રવર્તમાન માળખું તેમનેઇન્ટર્નલ કમ્બશન એન્જિન(ICE) વાહનોની સરખામણીમાં વધુ મોંઘાં બનાવે છે, કારણ કે બેટરી ઇલેક્ટ્રિક વાહનનું સૌથી મોંઘો ભાગ છે.

બેટરી માટેનો EMIનો હપ્તો ICE વાહનના ચાલુ ખર્ચની સમકક્ષ રહેશે. આ અભિગમ બેટરી સબસ્ક્રિપ્શનનાં વિકસી રહેલા મૉડલ્સને પણ અનુરૂપ છે, જે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનું વધુ સુલભ અને ખર્ચની દૃષ્ટિએ વધુ પરવડે તેવું બનાવી રહ્યાં છે.

  •  ફક્ત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે તૈયાર કરવામાં આવેલી - ફ્લેક્સી ઇલેક્ટ્રિક કાર લૉનની સુવિધા ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે.
  •  લૉનની અલગ-અલગ મુદત - જરૂરિયાત મુજબ ચૂકવણીનું આયોજન.
  •  ઇલેક્ટ્રિક વાહનોની વિશાળ શ્રેણીમાંથી પસંદગીની સુવિધા - ગ્રાહકોને અગ્રણી ઓઇએમનાં ઇલેક્ટ્રિક વાહનો બૂક કરવાના વિકલ્પો મળી રહેશે.

નવા પ્રોડક્ટના લૉન્ચ અંગે વાત કરતાં HDFC Bankના રિટેલ એસેટ્સ અને રુરલ બેંકિંગના ગ્રૂપ હેડ અરવિંદ વોરાએ જણાવ્યું હતું કે સરકારી પ્રોત્સાહનો, ટેકનોલોજીના માળખામાં સુધારા માટેના પ્રયાસો અને વિવેકપૂર્ણ નીતિઓના સહયોગથી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ક્રાંતિ ઝડપથી વેગ પકડી રહી છે.

ભારત ઇલેક્ટ્રિક વાહનોની ક્રાંતિને અપનાવવા માટે સજ્જ થઈ રહ્યું છે ત્યારે HDFC Bankની ફ્લેક્સી ઇલેક્ટ્રિક કાર લૉન આ દિશામાં લેવામાં આવેલું વધુ એક પગલું છે. વધુમાં અમારું માનવું છે કે, ફ્લેક્સી ઇલેક્ટ્રિક કાર લૉન ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની પ્રક્રિયાને ખર્ચની દૃષ્ટિએ પરવડે તેવી, સરળ અને ઝંઝટમુક્ત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.