SCSS માં પૈસા રોકો અને મેળવો નિવૃત્તિ પછી ફિક્સ આવક! ₹30 લાખ અને ₹10 લાખના રોકાણનું ગણિત, જાણો

વરિષ્ઠ નાગરિકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 દરમિયાન 8.2% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 12 Oct 2026 02:28 PM (IST)Updated: Mon, 12 Oct 2026 02:28 PM (IST)
scss-income-returns-on-10-lakh-investment-senior-citizens-savings-scheme-interest

SCSS Investment and Income: નિવૃત્તિ પછી કોઈપણ જોખમ વગર દર મહિને ફિક્સ કમાણી (Retirement Income) મેળવવા માંગતા લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સીનીયરસીટીઝનન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવે છે અને હાલમાં તેના પર 8.2% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.

વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે?

સરકાર દર ત્રિમાસિક ગાળામાં નાની બચત યોજનાઓ માટે નવા વ્યાજ દર જાહેર કરતી હોય છે. તાજેતરમાં સરકાર દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે પણ વ્યાજ દરની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને વ્યાજ દર 8.2% પર સ્થિર રાખવામાં આવ્યો છે.

આ યોજનામાં ખાતું ખોલાવવા માટે સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. જોકે, નિવૃત્ત સિવિલિયન કર્મચારીઓને 55 થી 59 વર્ષની ઉંમરમાં પણ કેટલીક નક્કી શરતો અને સમયસીમા હેઠળ ખાતું ખોલાવવાની છૂટ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ₹30 લાખ અને ₹10 લાખના રોકાણ પર દર મહિને અથવા ત્રિમાસિક ગાળામાં કેટલી રકમ હાથમાં આવશે, તે ગણતરી દ્વારા વિગતે સમજીએ.

₹30 લાખના રોકાણ પર વ્યાજની ગણતરી

જો આ યોજનામાં ₹30 લાખનું રોકાણ કરવામાં આવે, તો તેની ગણતરી નીચે મુજબ રહે છે:

  • કુલ રોકાણ: ₹30,00,000
  • રોકાણનો સમયગાળો: 5 વર્ષ
  • વ્યાજ દર: 8.2%
  • એક વર્ષનું વ્યાજ: ₹2,46,000
  • 5 વર્ષમાં કુલ વ્યાજ: ₹12,30,000
  • દર ત્રિમાસિકે મળતું વ્યાજ: ₹61,499

₹10 લાખના રોકાણ પર કેટલી રકમ મળશે?

જો કોઈ વ્યક્તિ આ યોજનામાં ₹10 લાખનું રોકાણ કરે છે, તો તેની ગણતરી નીચે મુજબ છે:

  • કુલ રોકાણ: ₹10,00,000
  • રોકાણનો સમયગાળો: 5 વર્ષ
  • વ્યાજ દર: 8.2%
  • એક વર્ષનું વ્યાજ: ₹81,996
  • 5 વર્ષમાં કુલ વ્યાજ: ₹4,10,000
  • દર ત્રિમાસિકે મળતું વ્યાજ: ₹20,499

આ ગણતરી પરથી સ્પષ્ટ થાય છે કે જો તમે આ યોજનામાં ₹10 લાખનું રોકાણ કર્યું છે, તો દર ત્રિમાસિક ગાળામાં તમને વગર કોઈ મુશ્કેલીએ ₹20,499 મળતા રહેશે.

શું સમય પહેલા ખાતું બંધ કરાવી શકાય?

આ સ્કીમમાં સમય પહેલા ખાતું બંધ કરાવવાની સુવિધા મળે છે, પરંતુ તેના માટે કેટલીક શરતોનું પાલન કરવું પડે છે અને પેનલ્ટી (દંડ) પણ ચૂકવવો પડે છે. આ ઉપરાંત, યોજનામાંથી મળતા વ્યાજ પર આવકવેરા (Income Tax) નિયમો મુજબ ટેક્સ પણ લાગુ થાય છે.