SBI Amrit Vrishti:SBIની 444 દિવસની સ્પેશિયલ FD,આ દિવાળીએ ગેરન્ટેડ રિટર્ન આપતી આ સ્કીમમાં રોકાણની શાનદાર તક

દેશની સૌથી મોટી જાહેરા સેક્ટરની અગ્રણી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝીટ(FD) સ્કીમ અમૃત વૃષ્ટિ સુરક્ષિત અને ગેરન્ટેડ રિટર્ન ઈચ્છતા રોકાણકારો વચ્ચે આકર્ષક વળતરની દ્રષ્ટિએ લોકપ્રિય બની છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 05 Nov 2026 01:05 PM (IST)Updated: Thu, 05 Nov 2026 01:05 PM (IST)
sbis-444day-special-fd-invest-in-this-scheme-for-guaranteed-returns-this-diwali

SBI Amrit Vrishti Scheme:દેશની સૌથી મોટી જાહેરા સેક્ટરની અગ્રણી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝીટ(FD) સ્કીમ અમૃત વૃષ્ટિ સુરક્ષિત અને ગેરન્ટેડ રિટર્ન ઈચ્છતા રોકાણકારો વચ્ચે આકર્ષક વળતરની દ્રષ્ટિએ લોકપ્રિય બની છે.

સામાન્ય નાગરિકો તથા વરિષ્ઠ નાગરિકો માટે આ 444 દિવસની સ્કીમમાં આકર્ષક વ્યાજ દરો સાથે રોકાણની ઓફર રહેલી છે. જો તમે પણ કોઈ જ પ્રકારના જોખમ વગર આકર્ષક વ્યાજની કમાણી કરવા ઈચ્છતા હોય તો આ સ્કીમ તમારા માટે ખૂબ જ શાનદાર છે.

આ સ્કીમમાં વ્યાજ દરો કેટલા છે

અમૃત વૃષ્ટિ યોજનામાં 444 દિવસ મુદતની રકમ પર રોકાણકારોની ઉંમરના આધારે વ્યાજ નક્કી થાય છે.જેમ કે સામાન્ય નાગરિકો માટે 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો 6.45 ટકા પ્રતિ વર્ષ. સીનિયર સિટીઝન્સ એટલે કે 60 વર્ષ અથવા વધારે ઉંમરના લોકો માટે 6.95 ટકા જ્યારે સુપર સિનિયર સિટીઝન્સ માટે 80 વર્ષ અથવા વધારે ઉમરના લોકો માટે 7.05 ટકા વ્યાજ દર છે.

આ સ્કીમમાં રોકાણ માટે કઈ યોગ્યતા છે

દેશના નાગરિકો, હિન્દુ અવિભક્ત ફેમિલી (HUF) અને બિન-નિવાસી ભારતીય (NRI) આ યોજનામાં ખાતું ખોલાવી રોકાણ કરી શકે છે. આ માટે લઘુતમ રૂપિયા 1000 રોકાણથી ફિક્સ્ડ ડિપોઝીટ મુકી શકાય છે. જ્યારે આ સ્કીમમાં રૂપિયા 3 કરોડથી ઓછી રકમ જમા કરાવી શકાય છે. અલબત આ સ્કીમ ટેક્સ-સેવિંગ FD, રિકરિંગ ડિપોઝીટ (RD), એન્યુટી ડિપોઝીટ અથવા મલ્ટી-ઓપ્શન ડિપોઝીટ (MOD) તરીકે ઉપલબ્ધ નથી.