Post Office Scheme:પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સરકારી સ્કીમ વિશેષ લોકપ્રિય બની ગઈ છે. તેના મારફતે નાની બચત કરનાર મોટું ભંડોળ એકત્રિત કરી શકે છે. આ સાથે અનેક અન્ય બેનેફિટ પણ મળી શકે છે. જો તમે પણ તમારી કમાણીમાંથી બચત કરવા માંગતા હોય તો અને સારું વળતર મેળવવા ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસની નાની બચત યોજના તમારા માટે ખુબ જ ઉપયોગી બની શકે છે.
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ એટલે કે Post Office RD સ્કીમ પણ આ યાદીમાં સામેલ છે. જેમાં દરેક મહિને ફક્ત રૂપિયા 5000 રોકાણ કરીને તમે રૂપિયા 8 લાખ મોટી રકમ એકત્રિત કરી શકો છો. આ સરકારી સ્કીમાં રોકાણ પર લોન સુવિધા પણ ઓફર કરવામાં આવે છે.
આ યોજના આટલું વ્યાજ આપે છે
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ યોજનાના વ્યાજ દરો અંગે સરકાર આ યોજનામાં રોકાણ પર 6.7% વ્યાજ દર આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દર ત્રણ મહિને પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં સુધારો કરે છે. આ યોજનામાં છેલ્લો સુધારો 29 સપ્ટેમ્બર, 2023ના રોજ થયો હતો.
પોસ્ટ ઓફિસ બચત સ્કીમ
પોસ્ટ ઓફિસ બચત સ્કીમ આટલી લોકપ્રિય બનાવનાર સૌથી મોટું પરિબળ તેમનું સુરક્ષિત રોકાણ છે. આ સરકારી સ્કીમ સંપૂર્ણપણે જોખમમુક્ત છે, કારણ કે સરકાર પોતે જ બધા રોકાણોની સલામતીની ખાતરી આપે છે તેનો અર્થ એ છે કે રોકાણ કરેલા નાણાં ગુમાવવાની કોઈ શક્યતા નથી.
રૂપિયા 8 લાખ મળવાનું ગણિત
Post Office RDમાં રોકાણ અને નફાકારકતાની ગણતરી ખૂબ જ સરળ છે. રૂપિયા 8 લાખના ભંડોળ એકઠા કરવા પાછળનું ગણિત સમજવા માટે, જો તમે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને રૂપિયા 5,000નું રોકાણ કરો છો તો 5 વર્ષની પરિપક્વતા અવધિ પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમે રૂપિયા3 લાખ એકઠા કરશો.તેના પર 6.7% ના દરે મળતું વ્યાજ રૂપિયા 56,830 થશે. તેનો અર્થ એ કે પાંચ વર્ષમાં તમારું કુલ ભંડોળ રૂપિયા 356,830 થશે.
